ચોળાફળી

સામગ્રીઃ ચણાનો લોટ- ૨ વાટકી, મગનો લોટ- ૧ વાટકી, અડદનો લોટ- ૧ વાટકી, સાજીનાં ફૂલ- ચપટી, મીઠું સ્વાદનુસાર, તેલ-તળવા માટે, લાલ મરચું અને સંચળ- મસાલો કરવા માટે

રીતઃ સૌપ્રથમ એક મોટા વાસણમાં ચણાનો લોટ, મગનો લોટ, અડદનો લોટ એમ બધા જ લોટ મિક્સ કરી ચાળી લો અને સરખી રીતે મિક્સ કરી હલાવી લો. ત્યારબાદ તેમાં મીઠું અને સાજીનાં ફૂલ ઉમેરીને કડક લોટ બાંધો. લોટને તેલવાળો હાથ કરી બરાબર મસળી લો. હવે તેના લૂઆ બનાવો અને તેને રોટલીની જેમ વણી લો. વણવા માટે જરૂર પડે અટામણ લઈ શકાય છે.

આ રોટલી થોડી સુકાઈ જાય પછી તેમાં ઊભા કાપા પાડી અને ગરમ તેલમાં તળી લો. ચોળાફળી થોડી ગરમ હોય ત્યારે જ તેના પર મરચું અને સંચળ છાંટી દો અને ત્યારબાદ એરટાઈટ ડબ્બામાં ભરી દો. તૈયાર છે ચોળાફળી, તેને ચટણી સાથે સર્વ કરો.

You might also like