Categories: Recipes

ચોકલેટ ટ્રફલ્સ

સામગ્રી: ૨ કપ ચોકલેટના ટુકડા, ૧ ચમચી કોફીપાઉડર, ૧ કપ માખણ, ૨ કપ આઈસિંગ સુગર, ૨ કપ કેસ્ટર સુગર, ૧ કપ કોકો પાઉડર, ૧ કપ અખરોટના ટુકડા

રીત: કોફી પાઉડરને ૨ ચમચી ગરમ પાણી સાથે મિક્સ કરીને સાઈડમાં મૂકો. બટર અને ચોકલેટને એક પૅનમાં લઈને ધીમા તાપે ગરમ કરો. થોડી વારમાં ચોકલેટ ઓગળી જશે. તાપ ખૂબ ધીમો રાખવો, એ ખાસ ધ્યાન રાખવું. ઉપરાંત આ મિશ્રણને સતત હલાવતા રહેવું જેથી તે બળી ન જાય. હવે તેમાં કોફીવાળું પાણી અને આઈસિંગ સુગર ઉમેરીને ફરી ધીમા તાપે પકાવતા રહો અને સતત હલાવતાં રહો. ૩-૪ મિનિટ પછી ખાંડ ઓગળી જાય એટલે મિશ્રણને નીચે ઉતારી દો અને તેને ફ્રિજમાં ઠંડું કરવા મૂકી દો. ૧ કલાક કે પછી મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેને બહાર કાઢીને તેના ગોળા વાળી લો. એક પ્લેટમાં કેસ્ટર સુગર, કોકો પાઉડર અને અખરોટને મિક્સ કરી લો. તેમાં ચોકલેટ બોલ્સને રગદોળી લો. આ ચોકલેટ બોલ્સને ફરી ફ્રિજમાં ઠંડા કરવા મૂકી દો. તૈયાર છે ચોકલેટ ટ્રફલ્સ.

Krupa

Recent Posts

ભાજપની દિલ્હી, પંજાબ, MP, UPની યાદી જાહેરઃ મનોજ તિવારી- હર્ષવર્ધનને ટિકિટ

લાંબો સમયના ઈંતેજાર બાદ ભાજપે લોકસભા ચૂંટણી-૨૦૧૯ની દિલ્હી, પંજાબ, મધ્ય પ્રદેશ અને યુપીના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ડો.…

8 mins ago

હિંદુઓ આતંકી હોઈ શકે નહીં, આતંક હિંદુ ધર્મનો સ્વભાવ નથીઃ દિગ્વિજયસિંહ

હિંદુ લોકો આતંકવાદી હોઇ શકે નહીં એવું કહેવું કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહનું કહેવું છે. હિંદુ આતંકવાદના મામલે યુ-ટર્ન લઇને દિગ્વિજયસિંહે…

9 mins ago

23મીએ લોકશાહીનું મહાપર્વઃ 26 બેઠકો માટે મતદાન

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠકો અને ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે આવતી કાલે સવારે…

12 mins ago

જન ધન ખાતાનું બેલેન્સ 97,665 કરોડઃ ટૂંકમાં રૂ. એક લાખ કરોડને વટાવી જશે

જન ધન ખાતામાં બેલેન્સ ટૂંક સમયમાં રૂ. એક લાખ કરોડ સુધી પહોંચી શકે છે. સરકારના આંકડા અનુસાર ૩ એપ્રિલના રોજ…

17 mins ago

મહેન્દ્રસિંહ IPLમાં છગ્ગાની ‘બેવડી સદી’ ફટકારનારો પ્રથમ ભારતીય

મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટની દુનિયામાં અશક્યને શક્યમાં પરિવર્તિત કરવા માટે જાણીતો છે, જોકે ગઈ કાલે બેંગલુરુ સામેની મેચમાં ધોની માત્ર એક…

18 mins ago

મારૂતિ કુરિયર દ્વારા મતદાતા જાગરૂકતા અભિયાન

અમદાવાદઃ રાજ્યમાં આવતી કાલે યોજાનારા લોકસભા ચૂંટણીને લઇને મતદાતાઓમાં જાગરૂકતા અભિયાન વિવિધ સંગઠનો દ્વારા ચલાવામાં આવી રહ્યું છે. જેમાં મારૂતિ…

36 mins ago