ચોકલેટ ટ્રફલ્સ

સામગ્રી: ૨ કપ ચોકલેટના ટુકડા, ૧ ચમચી કોફીપાઉડર, ૧ કપ માખણ, ૨ કપ આઈસિંગ સુગર, ૨ કપ કેસ્ટર સુગર, ૧ કપ કોકો પાઉડર, ૧ કપ અખરોટના ટુકડા

રીત: કોફી પાઉડરને ૨ ચમચી ગરમ પાણી સાથે મિક્સ કરીને સાઈડમાં મૂકો. બટર અને ચોકલેટને એક પૅનમાં લઈને ધીમા તાપે ગરમ કરો. થોડી વારમાં ચોકલેટ ઓગળી જશે. તાપ ખૂબ ધીમો રાખવો, એ ખાસ ધ્યાન રાખવું. ઉપરાંત આ મિશ્રણને સતત હલાવતા રહેવું જેથી તે બળી ન જાય. હવે તેમાં કોફીવાળું પાણી અને આઈસિંગ સુગર ઉમેરીને ફરી ધીમા તાપે પકાવતા રહો અને સતત હલાવતાં રહો. ૩-૪ મિનિટ પછી ખાંડ ઓગળી જાય એટલે મિશ્રણને નીચે ઉતારી દો અને તેને ફ્રિજમાં ઠંડું કરવા મૂકી દો. ૧ કલાક કે પછી મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેને બહાર કાઢીને તેના ગોળા વાળી લો. એક પ્લેટમાં કેસ્ટર સુગર, કોકો પાઉડર અને અખરોટને મિક્સ કરી લો. તેમાં ચોકલેટ બોલ્સને રગદોળી લો. આ ચોકલેટ બોલ્સને ફરી ફ્રિજમાં ઠંડા કરવા મૂકી દો. તૈયાર છે ચોકલેટ ટ્રફલ્સ.

You might also like