ચોકલેટ કચોરી

સામગ્રીઃ
1 કપ મેદો
3 ચમચી દળેલી ખાંડ
2 ચમચી ઘી
1 કપ ડાર્ક ચોકલેટ (ક્રશકરેલી)
1/2 કપ પિસ્તા (ઝીંણા સમારેલા)
પાણી જરૂર મુજબ
તેલ તળવા માટે
બનાવવાની રીતઃ મેદામાં ખાંડ અને ઘી એડ કરીને તેને બરોબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં જરૂરી પાણી એડ કરીને કણક તૈયાર કરો. હવે એક બાઉલમાં ચોકલેટ અને પિસ્તાને એડ કરો. કણકમાંથી નાનાનાના લુવા બનાવી હળવા હાથે વણી તેમાં તૈયાર મિશ્રણ એડ કરો અને કચોરીના આકારમાં તૈયાર કરો. હવે એક ગેસ પર પેનમાં તેલ ગરમ કરો. તેમાં કચોરી બ્રાઉન કલરની તળો.

You might also like