ચોકલેટ ફજ

સામગ્રી

1 કપ સમારેલા ડ્રાય ફ્રૂટ્સ (બદામ, કાજૂ, પિસ્તા)

1 કપ દૂધ

દોઠ કપ ખાંડ

100 ગ્રામ માખણ

½ ચમચી વેનિલા એસેન્સ

2.1/2 કોકો પાવડર

બનાવવાની રીતઃ ગેસ પર પેનમાં માખણ ગરમ કરી અને તેમાં ખાંડ એક કરો. ખાંડ ઓગળવા લાગે એટલે તેમાં દૂધ એડ કરો અને બરોબર હલાવો. હવે તેમાં કોકો પાવડર એડ કરો અને ધીમી આંચ પર 20 મિનિટ સુધી ચડવા દો. હવે જ્યારે મીશ્રણ નરમ અને ઘટ્ટ થઇ જાય એટલે તેમાં અડધો ચમચો વેનિલા એસેન્સ એડ કરો. મિશ્રણને ચમચીની મદદથી હલાવો. હવે સમારેલા ડ્રાય ફ્રૂટ્સ તેમાં એક કરો ચમચીથી નરમ હાથે દબાવો. તેને 1થી 2 કલાક માટે ફ્રિઝમાં રાખો.

You might also like