જાણો ભીમે કયા કિલ્લાનું એક જ રાતમાં કર્યું નિર્માણ…

જે વ્યક્તિ ભીમાષ્ટમીનું વ્રત કરે છે તેને ઉત્તમ અને ગુણવાન સંતાનની પ્રાપ્તિ થાય છે. આ લેખમાં તમે જાણો ભીમે એક જ રાતમાં નિર્માણ કરેલાં ચિત્તોડગઢ કિલ્લા વિશે…
આ કિલ્લાના નિર્માણનો ઇતિહાસ ખૂબ જ રોચક છે. આ કિલ્લાની સંરચના જ દ્વાપર યુગમાં થઇ હતી. તેનો અર્થ એ છે કે, આ કિલ્લો લગભગ ૧૦૦ વર્ષ જૂનો નહીં પરંતુ, હજારો વર્ષ જૂનો છે. ઐતિહાસિક મહત્વ સિવાય પણ આ કિલ્લો અનેક રીતે મહત્વ ધરાવે છે. ભારતના સૌથી મોટા કિલ્લામાં પહેલાં સ્થાન પર ચિત્તોડગઢ કિલ્લાનું નામ આવે છે.

આ કિલ્લામાં રાજસ્થાનની માટીના લાલ મહારાણા પ્રતાપ અને દિલ્હીના બાદશાહ અકબરની વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું, જે મહિનાઓ સુધી ચાલ્યું હતું. પરંતુ આ યુદ્ધ પછી મહારાણા પ્રતાપે રાજ્યની લોકો માટે ચિત્તોડગઢના કિલ્લાને છોડીને વર્ષો સુધી જંગલો અને પહાડોમાં વિસ્થાપિત જીવન જીવવું પડ્યું હતું. આ કિલ્લો ખૂબ વિશાળ છે. આ કિલ્લાની અંદર જ ખૂબ જ બધા સુંદર-સુંદર મંદિર અને શાનદાર મહેલ છે. આ મહેલને જે પણ વ્યક્તિ જુએ છે તે આ કિલ્લાની રચનાને જોઇને અચંભિત થઇ જાય છે.

આ મહેલને એક રાતમાં જ ઊભો કરવામાં આવ્યો છે.
ભીમે લગભગ ૫૧૩૦ વર્ષ પૂર્વે ચિત્તોડગઢનો કિલ્લો બનાવ્યો હતો. એકવાર ભીમ જ્યારે સંપત્તિની ખોજમાં નીકળ્યા હતા ત્યારે તેમના રસ્તામાં એક યોગી નિર્ભયનાથ અને એક યતિ કૂકડેશ્વર સાથે મુલાકાત થઇ હતી. ભીમને આ વાત જ્ઞાત હતી કે, આ યોગીની પાસે એક પારસ પથ્થર છે, જો તે ભીમને મળી જશે તો તેમની ખોજ ત્યાં જ પૂર્ણ થઇ શકે છે.

પરિણામ સ્વરૂપ ભીમે યોગીથી પારસ પથ્થરની માગ કરી, યોગી પથ્થર આપવા માટે માની પણ ગયા. પરંતુ તેમણે એક શરત પણ રાખી. યોગી માટે તે પથ્થર ખૂબ જ પ્રિય હતો અને તે સરળતાથી તે પથ્થરને તેનાથી અલગ ન કરી શકે તેમ ન હતા, આ માટે જ તેમણે ભીમની સામે એક શરત રાખી હતી.

પારસ પથ્થર આપવાનું વચન કરી યોગીએ ભીમને કહ્યું કે, “ હું જે પહાડી પર નિવાસ કરી રહ્યો છું, જો તમે એક રાતમાં અહીં મારા રહેવા લાયક એક વિશાળ ગઢનું નિર્માણ કરાવી આપો, તો હું ખૂબ જ પ્રસન્નતાથી પારસ પથ્થર તમને સોંપી દઇશ”. યોગીની આ શરત સાંભળીને ભીમ એક પળ માટે તો દુવિધામાં પડી ગયા, કારણ કે, માત્ર એક જ રાતના સમયમાં એટલો મોટો કિલ્લો બનાવવો અસંભવ હતો છતાં પણ ભીમે યોગીની શરતનો સ્વીકાર કરી અને પોતાના અન્ય ચાર ભાઇઓની મદદથી કિલ્લો બનાવવાની શરૂઆત કરી. પાંચ ભાઇઓ કામ પર લાગી ગયા અને એક એક કરીને કિલ્લાને આધાર આપવાનું શરૂ કરી દીધું. કાર્યને લઇને પાંડવોની કુશળતા જોઇને યોગી પણ આશ્ચર્યચકિત થઇ ગયા.

રાજકુમાર ભીમ અને અન્ય ચાર રાજકુમારો દ્વારા ગઢનું કાર્ય લગભગ સમાપ્ત થઇ ગયું હતું, માત્ર દક્ષિણી ભાગનું થોડું કાર્ય જ બાકી હતું. આ જોઇ યોગીની ચિંતાઓ વધી ગઇ અને તેમણે એક યોજના બનાવી. વચન મુજબ યોગીએ પારસ પથ્થર આપવાની હા તો કરી હતી, પરંતુ તેમનું મન તે પથ્થર આપવા માટે રાજી ન હતું. તે જાણતાં હતાં કે સૂર્ય ઉદય થાય ત્યાં સુધી જો પાંડવો આ જ રીતે કાર્ય કરતા રહ્યા, તો જલદી જ ગઢ તૈયાર થઇ જશે અને તેમણે ભીમને પારસ પથ્થર આપવો પડશે. આ માટે યોગીએ કપટની મદદ લઇ યતિને કૂકડાની અવાજ આપવાનું કીધું.

તે સમયે કૂકડાના અવાજથી જ સવાર થઇ તેની જાણ થતી હતી. આ માટે જો કૂકડો અવાજ કરે તો ભીમ સવાર સમજીને નિર્માણ કાર્ય બંધ કરવું પડે અને યોગીએ પારસ પથ્થર આપવાની જરૂર પણ ના પડે. આ પ્રકારે યોગી બંને રૂપથી સફળ થઇ જાય. યતિએ ઠીક કૂકડાની જેમ જ તેનો અવાજ કર્યો. કૂકડાનો અવાજ સાંભળતાં જ ભીમને ગુસ્સો આવી ગયો. પોતાને કાર્યમાં અસફળ જોઇ ભીમ ખૂબ જ નિરાશ થઇ ગયો અને તેની અંદર ગુસ્સાનો જ્વાળામુખી ફૂટી ગયો. ત્યારે જ તેણે ગુસ્સામાં આવીને જમીન પર તેમનો પગ પછાડ્યો.

ભીમની તાકાતથી તે પહાડીનો તે ભાગ જોરથી હલી ગયો. જ્યાં ભીમે પગ પછાડ્યો હતો તે સ્થાન પર એક મોટો ખાડો પડી ગયો, જેને આજના સમયમાં ‘ભી-તળ તળાવ’ના નામથી ઓળખવામાં આવે છે. આ જગ્યા પર એક તળાવનું નિર્માણ થયું જે કિલ્લાની સુંદરતાને પણ ઊભારતું હતું. એવું કહેવામાં આવે છે કે, તે સ્થાને જ્યાં ભીમના ઘૂંટણે વિશ્રામ કર્યો હતો, તે ભીમ-ઘોડી તરીકે ઓળખવામાં આવે છે અને જે તળાવ પર યતિ દ્વારા કૂકડાનો અવાજ કાઢવામાં આવ્યો હતો, તે સ્થાનને ‘કૂકડેશ્વર’ સ્થાનના નામે ઓળખવામાં આવે છે.

આટલા વિશાળ મહેલને માત્ર એક જ રાતમાં, બીજા શબ્દોમાં કહેવામાં આવે તો એક રાત પણ પૂર્ણ મળી ન હતી. માત્ર એટલાં જ સમયમાં ગઢને તૈયાર કરવામાં આવ્યો હતો. આ વાત પણ એટલી જ સાચી છે કે, આ ગઢને ત્યાર પછી ઘણા રાજા મહારાજાએ ફરી નિર્માણ કરાવ્યો હતો, પરંતુ તે કાર્ય માત્ર તેની સુંદરતા વધારવાના આધાર પર જ કરવામાં આવ્યું હતું. વાયકાઓ મુજબ, આ ગઢના તળિયા અને આધાર સ્વયં રાજકુમાર ભીમ અને અન્ય પાંડુ ભાઈઓ દ્વારા નિર્માણ કરવામાં આવ્યા હતા.•

You might also like