બોલ્ડ સીનથી ભાગનાર ચિત્રાંગદા આખરે બોલ્ડ બની

આજે પણ લોકો પોતાના જમાનાની જાણીતી અભિનેત્રી મીનાકુમારીની એક્ટિંગના દીવાના છે. રૂપેરી પરદે મીનાજીના ચરિત્રને સાકાર કરવું એક મોટો પડકાર માનવામાં આવે છે.

ચિત્રાંગદાસિંહે એવી જ એક ચેલેન્જિંગ ભૂમિકા ભજવી. ૧૯૭૨માં આવેલી ફિલ્મ ‘પાકિઝા’ની જેમ જ ચિત્રાંગદાની ફિલ્મ ‘સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર-૩’માં ચિત્રાંગદા પર એક ગીત ફિલ્માવવામાં આવ્યું છે, જેને જોઇને દર્શકોને જાણીતી ફિલ્મ ‘પાકિઝા’ની મીનાકુમારી યાદ આવશે. આમ, આ ફિલ્મમાં તેનું પાત્ર ખૂબ જ બોલ્ડ છે.

પ્રેમ મેળવવા માટે તે કંઇ પણ કરવા તૈયાર થાય છે. આમ તો તે બોલ્ડ રોલથી બચતી રહી છે. તેણે નવાઝુદ્દીન સિદ્દિકી સાથેની ફિલ્મ ‘બાબુમોશાય બંદૂકબાજ’ એટલે છોડી કે તેમાં વારંવાર ઇન્ટિમેટ સીન કરવાનું કહેવાતું હતું.

આ ફિલ્મ પહેલાં ‘સુરમા’ ફિલ્મથી ચિત્રાંગદા નિર્માત્રી તરીકે દર્શકોની સામે આવી છે. ચિત્રાંગદા હંમેશાં ફિલ્મો સાથે જોડાયેલી રહેવા ઇચ્છે છે, જ્યારે તેની પાસે ફિલ્મો ન હતી ત્યારે તેણે નક્કી કર્યું કે તે કંઇ પણ કરશે, પરંતુ ફિલ્મી દુનિયાને છોડીને નહીં જાય.

તે સમયે તેણે ફિલ્મ નિર્માણમાં કામ કરવાનું નક્કી કર્યું. હાલમાં તે પ્રોડ્યૂસર તરીકે કામ કરવા ઇચ્છે છે. ‘સુરમા’ ફિલ્મ માટે નિર્માત્રી બનવાનું શા માટે નક્કી કર્યું તે અંગે વાત કરતાં ચિત્રાંગદા કહે છે કે સંદીપની કહાણી જ્યારે સાંભળી ત્યારે હું રાતે સૂઇ શકી ન હતી. મારે આ કહાણી લોકો સુધી પહોંચાડવી હતી.

એક વ્યક્તિ વ્હિલચેરમાંથી ઊઠીને દેશ માટે ઊભી થાય છે. મારે આ વાત લોકોને કહેવી હતી. આ ફિલ્મ એક સ્પોર્ટ્સ ફિલ્મ નહીં, પરંતુ એક વ્યક્તિના પેશનની કહાણી છે. •

You might also like