પતિને તલાક આપીને બૉબી દેઓલના ફ્લેટમાં રહે છે આ એક્ટ્રેસ

ફિલ્મ ‘હજારો ખ્વાહિશે ઐસી’થી પોતાની બોલિવુડમાં સફર શરૂ કરનારી 41 વર્ષીય એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ છેલ્લા કેટલાય સમયથી સિલ્વર સ્ક્રિન પરથી ગાયબ હતી પરતું તે હવે ફિલ્મ ‘બજાર’ અને ‘સાહબ, બીવી અને ગેગસ્ટર 3’થી સ્લિવર સ્ક્રિન પર પરત ફરી રહી છે.

 

 

તમને જણાવી દઇએ કે, પતિની સાથે તલાક લઇને ચિત્રાંગદા સિંહ હાલમાં બોબી દેઓલના મુંબઇ સ્થિત ફ્લેટમાં ભાડે પર રહે છે. સૂત્રોનુસાર, બોબીના પિતા ધર્મેન્દ્ર રિયલ એસ્ટેટ કંપનીઓમાં ખૂબ જ ઇન્વેસ્ટમેન્ટ કર્યુ છે અને મુંબઇમાં ધર્મેન્દ્રના ઘણા ફ્લેટ્સ છે, એવાં ચિત્રાંગદા જે ફ્લેટમાં રહે છે તે બોબી દેઓલના નામ પર છે. ચિત્રાંગદા એક ડાન્સિંગ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળી રહી છે.

 

I me myself time #chitrangdasingh #bollywood

A post shared by Chitrangda Singh (@iamchitrangda) on

તાજેતરમાં જ ‘સાહબ, બીવી અને ગેગસ્ટર 3’ની એક ફોટો સામે આવી હતી, જેમાં તે સંજય દત્તની સાથે જોવા મળી હતી. ‘બજાર’માં ચિત્રાંગદા સૈફ અલી ખાનની સાથે જોવા મળશે. થોડા સમય પહેલા આપેલા એક ઇન્ટરવ્યૂમાં ચિત્રાંગદાએ કહ્યુ કે, ”બ્રેક લેવાને કારણે મારા કરિયર પર અસર પડી છે.”

 

 

ચિત્રાંગદાએ આગળ કહ્યુ કે, ”મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે મારા જીવનમાં એવા ઘણા બદલાવ આવ્યા જ્યાં મારી પ્રાથમિકતા બદલાઇ ગઇ. મેં ફિલ્મોમાં કામ કર્યુ પછી 4 વર્ષનો બ્રેક લીધો, પાછું કમબેક કર્યુ અને પાછો 2 વર્ષનો બ્રેક લીધો.” ચિત્રાંગદાએ ‘સોરી ભાઇ’, ‘દેશી બૉયઝ’, ‘યે સાલી ઝિંદગી’ અને ‘ગબ્બર ઇઝ બેક’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

You might also like