ચિત્રાંગદા સિંહ ચાલી પરિણિતીના માર્ગે

ચિત્રાંગદા સિંહે તાજેતરમાં એક મેગેઝિન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે ઓછાં કપડાં પહેરીને સેક્સી દેખાઇ રહી છે. ચર્ચામાં રહેવા માટે ચિત્રાંગદાએ ભલે આ પગલું ભર્યું હોય, પરંતુ બોલિવૂડ અભિનેત્રીઓની આ ફોર્મ્યુલા ખૂબ જૂની છે, જ્યારે ફિલ્મ મળવાનું તેમજ પાર્ટી અને સ્ટેજ શોની ઓફર મળવાની બંધ થઇ જાય છે ત્યારે નિર્માતા-નિર્દેશક અને લોકોની નજરમાં રહેવા માટે તેમણે આ બધું કરવું પડે છે. થોડા સમય પહેલાં પરિણિતી ચોપરાએ પણ આમ કર્યું હતું. હવે ચિત્રાંગદાએ પણ આ રસ્તો અપનાવ્યો છે.

‘હજારો ખ્વાહિશે ઐસી’થી ચિત્રાંગદાએ ફિલ્મ કારકિર્દી શરૂ કરી, પરંતુ નિર્માતા-નિર્દેશકોને અભિનેત્રી તરીકે તેનામાં કોઇ સ્ટફ ન દેખાયો. ચિત્રાંગદાની કરિયર ખાસ આકાર લઇ શકી ન હતી. તે ફિલ્મોમાં કંઇ ખાસ ઉકાળી ન શકી. ‘દેશી બોઇઝ’ જેવી મોટા બજેટની ફિલ્મ પણ તેની કરિયરને ઉગારી ન શકી. ચિત્રાંગદાની પર્સનલ લાઇફે પણ તેને ડિસ્ટર્બ કરી. તે પર્સનલ લાઇફ ને પ્રોફેશનમાં ધ્યાન ન આપી શકી. આ સમયગાળામાં ઘણી નવી અભિનેત્રીઓ આવી. હવે બોલિવૂડ નિર્માતાઓ ચિત્રાંગદાના બદલે નવી અભિનેત્રીઓને પ્રાથમિકતા આપે છે. ચિત્રાંગદાની ઉંમર પણ વધી રહી છે તે પણ તેનો માઇનસ પોઇન્ટ છે. •

You might also like