ચિત્રાંગદાસિંહનાં આટલાં નખરાં?

ચિત્રાંગદાસિંહ પાસે ફિલ્મો ખૂબ અોછી છે, છતાં પણ તેનાં તેવર લોકોની સમજમાં અાવી રહ્યાં નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ચિત્રાંગદાઅે રાજેશ નાયરની ફિલ્મ છોડી દીધી. અા ફિલ્મમાં અરબાઝ ખાનને હીરો તરીકે સાઈન કરી દેવાયો હતો. એવું કહેવાય છે કે રાજેશને ચિત્રાંગદા જવાનો કોઈ અફસોસ નથી. તેની જગ્યાઅે સોનલ ચૌહાણને કાસ્ટ કરાઈ છે. અા પહેલાં એક બોલ્ડ સીનને લઈને ચિત્રાંગદા કુશલ નંદીની ફિલ્મ ‘બાબુમોશાય બંદૂકબાજ’ છોડી ચૂકી છે. ચિત્રાંગદાઅે કુશલ પર અા સીન જબરદસ્તી વારંવાર કરાવવાનો અાક્ષેપ કર્યો હતો. હવે તેણે વધુ એક ફિલ્મ અરબાઝ ખાનના કારણે છોડી દીધી છે.

સૂત્રોનું કહેવું છે કે ચિત્રાંગદાઅે ડિરેક્ટરને રણદીપ હુડાના નામની ભલામણ કરી હતી, પરંતુ ડિરેક્ટરે રણદીપને લેવાના બદલે ચિત્રાંગદાને હટાવવાનો નિર્ણય કર્યો. ચિત્રાંગદા માટે અા ફિલ્મ મોટું નુકસાન સાબિત થઈ શકે છે, કેમ કે અરબાઝના નામ પર તેની અસહમતીના સમાચાર સલમાન ખાન સુધી પહોંચી ચૂક્યા છે. સલમાન ખાન સાથે ચિત્રાંગદાની મિત્રતાની ખૂબ વાતો થતી હતી. ઘણીવાર ચિત્રાંગદા સલમાનના પનવેલ સ્થિત ફાર્મ હાઉસ પર ઘોડેસવારી અને સ્વિમિંગ કરતાં દેખાઈ હતી. ચિત્રાંગદાનો સલમાનના ભાઈ સાથે કામ ન કરવાનો નિર્ણય તેની કરિયરને નુકસાન પહોંચાડશે તે વાત નક્કી છે. •

You might also like