ચીરીપાલ ગ્રૂપે ગૌચરની જમીન પચાવી પાડ્યાનો આક્ષેપ

અમદાવાદ: ધોળકામાં ગૌચરની જમીન ચીરીપાલ ગ્રૂપ દ્વારા પચાવી પાડવાના મુદ્દે ભોગ બનેલા ખેડૂતોએ રેલી સ્વરૂપે આજે અમદાવાદ કલેકટરને મળી આવેદનપત્ર આપ્યું છે. આશરે 200થી વધુ ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો હતો કે, ચીરીપાલની ફેકટરીની આજુબાજુ ગૌચરની જમીન આવેલી હતી. આ જમીન ખોટી રીતે ચીરીપાલે પચાવી પાડી હતી.
આ ગૌચરની જમીન ખેડૂતોએ પરત મેળવા માટે સરકારી તંત્રમાં વખતો વખત લેખિત જાણ કરી હતી.આમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.બીજી તરફ જનસંઘર્ષ મંચના એડ્વોકેટ અમરીષ પટેલની આગેવાની હેઠળ આજે 200થી વધુ ખેડૂતો કલેકટર કચેરી પહોંચ્યા હતા.જયાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.કલેકટર દ્વારા ગૌચરની જમીન પરત મેળવા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલદ કાર્યકમો આપવામાં આવશે.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ધોળકા જિલ્લાના રૂપગઢ, ધોળી સહિત ત્રણ ગામોની ગૌચરની જમીન પર ગેરકાયદેરીતે ઈન્ટીગ્રેટેડ સ્પીનિંગ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે.

You might also like