આજથી વાયુસેનાની તાકાત વધારશે CHINOOK હેલિકોપ્ટર

(એજન્સી) નવી દિલ્હી: વાયુસેનાની તાકાત હવે વધુ વધી જશે. આજે વાયુસેનામાં અમેરિકી કંપની બોઈંગ તરફથી બનાવાયેલું ‌િચનૂક સીએચ-૪૭ હેલિકોપ્ટર સામેલ છે. ભારતીય વાયુસેના ઈન્ડક્શન સમારંભ દ્વારા ચિનૂક સીએચ-૪૭ને સામેલ કરશે.

ચિનૂક સીએચ-૪૭ એડ્વાન્સ મ‌િલ્ટમિશન હેલિકોપ્ટર છે. તે વાયુસેનાને મજબૂત બનાવશે. તેનાથી હેવી લિફ્ટની ક્ષમતા મળશે. તે દ્વારા ભારેથી ભારે સૈન્ય જરૂરિયાતોને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં સરળતા રહેશે. અમેરિકા સેના પણ આ હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરે છે તેમાં સંપૂર્ણ રીતે ઈન્ટિગ્રેટેડ, ડિજિટલ કોકપીટ મેનેજમેન્ટ સિસ્ટમ, કોમન એવિયેશન આર્કિટેક્ચર કોકપીટ અને એડ્વાન્સ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતાઓ છે. જે મિશન દરમિયાન આ હેલિકોપ્ટરનાં પ્રદર્શન અને તેની હેન્ડલિંગને બહેતર બનાવે છે.

ભારતે વર્ષ ૨૦૧૫માં કુલ ૧૫ ચિનૂક સીએચ-૪૭ હેલિકોપ્ટરનો ઓર્ડર અમેરિકી કંપની બોઈંગને આપ્યો હતો, જેમાંથી ચાર ફેબ્રુઆરીએ ભારત પહોંચ્યા હતા. ગયા વર્ષે જુલાઈમાં બોઈંગ વિમાનના ઉપાધ્યક્ષ અને જનરલ મેનેજરે કહ્યું હતું કે તટિય ઓપરેશનથી લઈને ખૂબ જ ઊંચાઈવાળા પર્વતીય મિશન સુધી આ વિમાન ભારતીય સશસ્ત્ર દળ સાથે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ચિનૂક સીએચ-૪૭ ઉપયોગ કોઈ પણ સંકટના સમયે કરી શકાય છે. તેના દ્વારા વધુમાં વધુ લોકોને બચાવવામાં અને વધુ સંખ્યામાં રાહત સામગ્રી પહોંચાડવામાં મદદ મળશે.

You might also like