ચીનની મહિલાઓનો ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ

બીજિંગના પ્રખ્યાત બર્ડઝ નેસ્ટ સ્ટેડિયમ તથા સાંઘાઈ અને અન્ય ચાર શહેરોમાં એકઠી થયેલી ૩૧,૦૦૦ કરતાં વધુ મહિલાઓએ સતત પાંચ મિનિટ સુધી એક જ ગીત પર એક જ સરખા ડાન્સ મુવ કરીને અનોખો મ્યુઝિકલ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અન્ય શહેરોના બગીચાઓ, શોપિંગ મોલ તથા અન્ય જાહેર સ્થળોએ મહિલાઓ એકત્ર થઈ અને અલગ દેખાવવા માટે સૌએ સ્કાય બ્લ્યૂ રંગનો યુનિફોર્મ પહેર્યો હતો. આ સામૂહિક ડાન્સમાં ગિનિશ બુક ઓફ વર્લડ રેકોર્ડના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

You might also like