ચાઈનીઝ વેજિટેબલ્સ એન્ડ નૂડલ્સ ફ્રેન્કી

સામગ્રી: પા કપ બ્રોકોલી ફ્લોરેટ્સ, પા કપ સમારેલા બેબીકોર્ન, પા કપ કેપ્સિકમ સ્લાઈસ, એક ચમચી ડાર્ક સોયાસોસ, મીઠું સ્વાદ મુજબ, દોઢ કપ બાફેલા નૂડલ્સ,

અન્ય સામગ્રીઃ ચાર રોટલી, એક કપ ફણગાવેલાં કઠોળ, છ ચમચા સેઝવાન સોસ, ૨ ચમચા સ્વીટ એન્ડ સૉર સોસ

રીત: એક પૅનમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં લસણ અને ચિલી-ગાર્લિક સોસ ઉમેરો. પછી તેમાં ડુંગળી ઉમેરીને એકાદ મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં મશરૂમ, બ્રોકોલી, બેબીકોર્ન, કેપ્સિકમ, ડાર્ક સોયાસોસ અને મીઠું ઉમેરીને ધીમા તાપે બે મિનિટ માટે પકાવી લો. ત્યારબાદ તેમાં નૂડલ્સ ઉમેરો અને ફરી બે મિનિટ માટે પકાવો. પછી ગેસ બંધ કરીને ઠંડું થવા દો. હવે એક પ્લેટમાં રોટલી મૂકી તેના વચ્ચેના ભાગમાં સ્ટરફ્રાય નૂડલ્સ ગોઠવો. તેના ઉપર સેઝવાન સોસ અને સૌથી ઉપર સ્વીટ અને સૉર સોસ પાથરીને રોટલીનો રોલ વાળો. સહેજ ગરમ કરીને તેના પર એલ્યુમિનિયમ ફોઈલ વીંટાળી દો. તૈયાર છે ચાઈનીઝ વેજિટેબલ્સ એન્ડ નૂડલ્સ ફ્રેન્કી

You might also like