ચીની સેનાએ અત્યાધુનિક મિસાઇલ સાથે કર્યો અભ્યાસ

પેઇચિંગ: ચીનમાં તાજેતરમાં જ ગઠીત રોકેટ ફોર્સએ અત્યાધુનિક DF 16 મીડિયમ રેન્ડ બલિસ્ટિક મિસાઇલો સાથે અભ્યાસ કર્યો છે. આ મિસાઇલો આશરે 1000 કિલોમીટર સુધીની રેન્જ સુધી જઇ શકે છે. ભારતની સાથે સાથે જાપાન અને અમેરિકા પણ એની રેન્જમાં આવે છે.

સામાન્ય રીતે પોતાના હથિયારોને ગુપ્ત રાખનારી ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ હાલમાં જ કરેલા એક સૈનિક અભ્યાસનો એક વીડિયો રજૂ કર્યો છે. આ વીડિયોમાં આ DF 16 મીડિયમ રેન્ડ બલિસ્ટિકને દેખાડવામાં આવી છે.

આ ફુટેજમાં કેટલાક લોન્ચ વીઇકલ્સમાં આ મિસાઇલો બોજ વહન કરેલી જોવા મળી રહી છે. જણાવી દઇએ કે ચીને પોતાની મિસાઇલો અને એનાથી જોડાયેલી સૈનિક માલસામાન માટે અલગથી એક રોકેટ ફોર્સ બનાવવામાં આવી છે. આ વીડિયોમાં ચીની સૈનિકો મિસાઇલથી જોડાયેલા અભ્યાસ કરતાં જોવા મળી રહ્યા છે. જો કે એ શૂટિંગ કરતાં જોવા મળી રહી છે.

સપ્ટેમ્બર 2015માં રાજધાની પેઇચિંગમાં આયોજિત એક સૈન્ય પરેડમાં પહેલી વખત આ મિસાઇલ જોવા મળી હતી. ત્યારબાદ જુલાઇ 2016માં એક ટીવી ન્યૂઝ કાર્યક્રમ દરમિયાન સસેન્ટ્રલ મિલિટરી કમિશનના ઉપાધ્યક્ષને D-16 યૂનિટનું નિરીક્ષણ કરતાં જોવા મલ્યા હતા. પરંતુ વિશેષજ્ઞોનું માનવું છે કે ફર્સ્ટ આઇલેન્ડ ચેનમાં તૈનાત અન્ય રાષ્ટ્રોની સેનાઓ માટે એક ગંભાર પડકાર છે.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યા બાદથી જ ચીન સતત તાઇવાનને લઇને આક્રામકતા દેખાડી રહ્યું છે. તાઇવાનના રાષ્ટ્રપતિની સાથે ટ્રંપની વાતચીત બાદ આપત્તિ વ્યક્ત કરતાં ચીને પોતાના ફર્સ્ટ એરક્રાફ્ટ કેરિયરને તાઇવાન જલડમરૂમધ્ય મોકલ્યું હતું. સાથે ચીને પોતાનું એરક્રાફ્ટ પ્રશાંત મહાસાગરમાં સ્થિત ફર્સ્ટ આઇલેન્ડ ચેનમાં પણ મોકલ્યું.

ચીનની તૈયારીઓ જોઇને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એ અમેરિકાને પોતાની ક્ષમતાનો સંકેત આપવા માંગે છે. જાણવા મળ્યું છે કે ટ્રંપ સતત ચીન વિરુદ્ધ આક્રામક નિવેદન આપતાં આવ્યા છે. ટ્રંપે વિવાદીત દક્ષિણી ચીન સમસ્યા પર પણ કડક વલણ અપનાવાનું સંકેત આપ્યો છે.

You might also like