OMG! ચાઈનીઝ ટૂરિસ્ટે ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર અઢી લિટર દૂધ પી લીધું

એક ચાઇનીઝ ટૂરિસ્ટે એરપોર્ટ પર અઢી લિટર દૂધ ફેંકી દેવાના બદલે પી લેવું યોગ્ય સમજ્યું. આ ટૂરિસ્ટ ઓસ્ટ્રેલિયાથી ચીનના હેનાન  પ્રાંતમાં જઇ રહ્યો હતો. તેની પાસે ત્રણ લિટર દૂધનું કેન હતું, જે તે પોતાની સાથે લઇ જવા ઇચ્છતો હતો, પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ તેને ત્યાં રોકી દીધો.

એરલાઇનના નિયમ મુજબ ઓસ્ટ્રેલિયામાં કોઇ પણ યાત્રી ૧૦૦ મિલિગ્રામથી વધુ લિક્વિડ પોતાના લગેજ સાથે લઇ જઇ ન શકે. ત્યારબાદ તેણે દૂધને ફેંકવાના બદલે ચેકિંગ પોઇન્ટ પર તે પીવાનું યોગ્ય માન્યું.  ચીનમાં રહેતા જેન ગાઝુએ જણાવ્યું કે મારી પાસે તેના સિવાય કોઇ ઓપ્શન ન હતો. હું ઇચ્છતો ન હતો કે દૂધને ફેંકી દેવાય. તેથી મેં તે પી જવાનો નિર્ણય લીધો. આ પહેલાં મેં આટલી માત્રામાં દૂધ એકસાથે ક્યારેય પીધું નથી.

ઓસ્ટ્રેલિયાના સુપરમાર્કેટમાં એક લિટર દૂધની કિંમત ૪.૮૧ યુઆન પ્રતિલિટર છે, જ્યારે ચીનમાં ઇમ્પોર્ટ થઇને તેની કિંમત ૬૦ યુઆન પ્રતિલિટર થાય છે. સ્થાનિક સ્તર પર એક લિટર દૂધની કિંમત ૧૧ યુઆનથી ૧૩ યુઆનની વચ્ચે છે.

ચાઇનીઝ ટૂરિસ્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. તેની તુલના ચાઇનીઝ મૂવી ‘લોસ્ટ ઓફ જર્ની’ સાથે થઇ રહી છે. આ ફિલ્મ ૨૦૧૦માં રિલીઝ થઇ હતી, તેમાં એક પ્રવાસી કર્મચારી નિયુ ગેંગને એરપોર્ટ પર રોકવામાં આવે છે તો તે દૂધ પી જાય છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago