નેપાળને મદદ કરી ભારતને ઘેરવા માંગતુ ચીન મંગોલિયા મુદ્દે ભારત પર ગિન્નાયું

બીજિંગ : ભારત દ્વારા મંગોલિયાને આપવામાં આવેલી એક બિલિયન ડોલરની મદદને લાંચ જણાવતા ચીનના સરકારી મીડિયાએ કહ્યું કે જો ચીન – નેપાળની વચ્ચે બનાવાઇ રહેલા કાર્ગો પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવે છે તો ભારતને અંતહીન મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ભારતનું એવુ માનવું છે કે ચીનનાં આ પ્રોજેક્ટ પુરો થઇ ગયા બાદ નેપાળમાં ભારતીય સામાનનાં વેચાણ પર મોટી અસર પડશે.


ચીનનાં સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે નેપાળની સાથે રેલ રોડ સંપર્કને વધારવાની આશંકાના જવાબમાં ભારત પણ ચીનનાં પાડોશી મંગોલીયા સાથે પોતાના સંબંધ વધારી રહ્યું છે. જેના માટે ભારતે મંગોલિયાને એક બિલિયન ડોલરની લાંચ આપી છે. અખબારે જણાવ્યું કે, તિબેટનાં ધાર્મિક ગુરૂ દલાઇ લામાની ઉલાનબાટાર યાત્રાનો વિરોધ કરતા ચીને પાડોશી દેશ મંગોલિયાનો સપ્લાઇ અટકાવી દીધો હતો. ભારતે પ્રતિબંધથી પ્રભાવિત મંગોલિયાને વર્ષ 2015માં એખ બિલિયન ડોલરની મદદ કરવાની રજુઆત કરી હતી.

ચીન મંગોલિયા સાથે ભારતનાં સહયોગ પ્રત્યે એટલુ સંવેદનશીલ નથી પરંતુ જો તે મદદ ચીનનો વિરોધ કરવા માટે કરવામાં આવી રહ્યો છે તો ચીન સહન નહી કરે. મંગોલિયાની અર્થવ્યવસ્થા 90 પર્સન્ટ સુધી ચીન પર નિર્ભર છે. એવામાં ત્યાંની અર્થવ્યવસ્થા પર ચીનનો પ્રભાવ હાલ-ફિલહાલમાં ભારત દ્વારા સમાપ્ત કરવાનું અસંભવ છે એટલા માટે એક બિલિયન ડોલરની લાંચ આપીને પણ ભારતનાં પ્રયાસ બેકાર જ જશે. નોંધનીય છે કે ગત્ત વર્ષે મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંગોલિયા યાત્રા દરમિયાન ભારતે મંગોલિયાને આ મદદની રજુઆત કરી હતી.

You might also like