ચીને ભારતના ઇસરોના કર્યા વખાણ, ઉપગ્રહ મોકલવામાં ચીન કરતાં સારું કામ કર્યું

નવી દિલ્લી: ભારત દ્વારા અંતરિક્ષમાં એક સાથે 104 ઉપગ્રહ છોડ્યા બાદ ચીને ઇસરોના વખાણ કર્યા છે. ચીની મીડિયાએ સોમવારે કહ્યું કે ભારત દ્વારા અંતરિક્ષમાં 104 ઉપગ્રહ તરતા મૂકવાની ઘટનાએ જાણે બીજા દેશામાં આ બાબતે હરીફાઈની ભાવના શરૂ કરી દીધી છે. ચીની મીડિયાએ એમ પણ જણાવ્યું છે કે કોમર્શિયલ અંતરિક્ષ ઉદ્યોગમાં સંતુલન જાળવવાનો સમય છે. ચીની મીડિયાએ એમ પણ કહ્યું છે કે અંતરિક્ષમાં ઉપગ્રહ મોકલવાની ટેક્નોલોજી ચીન કરતાં વધારે સારી છે.

ચીની સરકારી મીડીયાએ અધિકારીઓના હવાલાથી કહ્યું કે ભારતની આ સફળતા બાદ ચીન પોતાના કોમર્શિયલ ઉપગ્રહ અવકાશમાં તરતા મૂક્યા બાદની પ્રક્રિયા ઝડપી બનાવી શકે છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે શાંઘાઈ એન્ડિનિયરિંગ સેન્ટર ફોર માઈક્રોસેટેલાઇટમાં ન્યૂ ટેક્નોલોજી વિભાગના વડા ઝાંગ યોંગે કહ્યું છે કે વૈશ્વિક સ્તરે ચીનની તુલનામાં ભારતે વધુ સારી રીતે અવકાશમાં પોતાના ઉપગ્રહ મોકલ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સફળતા બાદ ભારત ઓછા ખર્ચે કોમર્શિયલ ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલી શકે છે અને આનાથી આ ક્ષેત્રમાં ચીનની વૈશ્વિક પ્રતિસ્પર્ધા વધશે. ચીનની સરકારી મીડિયાએ ભારતીય ઉપગ્રહ પ્રક્ષેપણને ઝડપી બનાવવાની અવકાશિય દોડ શિર્ષકવાળા રિપોર્ટમાં ચીની અધિકારીઓએના હવાલાથી કહ્યું કે ભારતની સફળતા બાદ ચીન પોતાના રોકેટ પ્રક્ષેપણોને કોમર્શિયલિ ઝડપી બનાવી શકે છે.

You might also like