NSAની યાત્રાથી કોઇ ફરક નહીપહેલા સેના હટે પછી જ વાતચીત : ચીની વિદેશ મંત્રી

બીજિંગ : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલની ચીન યાત્રા પહેલા બીજિંગનું સરકારી મીડિયા બે વિભાગમા વહેંચાયેલુ લાગ્યું. એખ તરફ જ્યારે ચાઇના ડેઇલી ડોકલામ મુદ્દે શાંતિપુર્ણ આશા વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે ગ્લોબલ ટાઇમ્સ અલગ વલણ અપનાવતા ડોભાલને સિક્કિમ વિવાદનો મુખ્ય ષડયંત્રકર્તા ગણાવી રહ્યા છે.

ચાઇના ડેઇલીએ પોતાનાં સંપાદકિયમાં લક્યું કે, સિક્કિમ મુદ્દે સમાધાન માટે હજી પણ સમય લાગ્યો છે. અખબારે આ વિવાદનાં ઉકેલ માટે સંધર્ષથી બચવાની સલાહ આપી છે. બીજી તરફ ગ્લોબલ ટાઇમ્સે પોતાનાં સંપાદકીયમાં લખ્યું છે, ડોભાલની યાત્રાથી સીમા વિવાદનું સમાધાન નથી થનારૂ. અખબાર લખે છે કે ડોભાલની યાત્રાથી સીમા વિવાદનું સમાધાન નથી થનારૂ. અખબાર લખે છે કે બીજિંગ ત્યા સુધી વાત નહી કરે જ્યાં સુધી સીમા પરથી હટાવી લેવામાં નહી આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડોભાલ બ્રિકસનાં નેશનલ સિક્યોરિટી એડ્વાઇઝર્સની મીટિંગ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે આ અઠવાડીયે ચીન જઇ રહ્યા છે. 27-28 જુલાઇએ યોજાનારી આ બેઠકમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનાં એનએસએનો સમાવેશ થશે. ડોભાલનાં પોતાનાં ચીની સમકક્ષ યેન જેઇચી સાથે સીમા વિવાદનાં મુદ્દે વાતચીત કરવાની આશા છે.

બંન્ને અધિકારીઓ સીમા વિવાદ પર વાત કરવા માટે પોત પોતાનાં દેશનાં ખાસ પ્રતિનિધિ છે. ભારતે તેને સીમા પર યથાસ્થિતી જાળવી રાખવા માટે કહ્યું છે. બંન્ને દેશો વચ્ચે હાલ માહોલ ગરમ છે.

You might also like