અલ્મોડા: ચીનની એક કંપનીએ શૂઝના બોક્સ પર બનાવ્યો ભારતીય તિરંગો. મચ્યો હોબાળો

હાલમાં ચાલી રહેલા ડોકલામ વિવાદની વચ્ચે ચીનની એક કંપનીએ ભારતીય તિરંગાનું અપમાન કર્યુ છે. વાસ્તવમાં કંપનીએ પોતાના શૂઝના પેકિંગ માટે બનાવેલા બોક્સ પર ભારતીય તિરંગો બનાવ્યો છે.

ચીની કંપનીની આ કરતૂતનું ઉદાહરણ ઉત્તરાખંડના અલ્મોડામાં જોવા મળ્યુ છે. મળતી માહિતી અનુસાર, અલ્મોડાના એક સ્નાનિક દુકાનદાર બિશન બોરાએ ડિસ્ટ્રીબ્યૂટરથી ચીની કંપનીના શૂઝ મંગાવ્યા હતા. નક્કી કરેલા સમયે શૂઝ તો મળી ગયા, પરંતુ જ્યારે દુકાનદારે આ શૂઝનું બોક્સ જોયુ ત્યારે તે ચોંકી ગયો હતો.

શૂઝ બનાવનારી કંપનીએ બોક્સ પર ભારતીય તિરંગો બનાવેલો હતો. આ બાબતની ફરિયાદ પોલીસ પાસે પહોચી. પોલીસે પોતાની તપાસ શરૂ કરી તો ખબર પડી કે આ શૂઝ ઉધમસિંહ નગર જિલ્લાના રૂદ્રપુર શહેરના એક ડિસ્ટ્રીબ્યૂટરે મોકલ્યા છે. જિલ્લાના એસ.એસ.પીએ તરત જ તે ડિસ્ટ્રીબ્યૂટરને પૂછતાછ કરી હતી.

ડિસ્ટ્રીબ્યૂટરે જણાવ્યુ હતું કે, આ શૂઝના બોક્સ તેને દિલ્હીનો માટો ડિસ્ટ્રીબ્યૂટર પાસેથી મંગાવ્યા છે. હાલમાં ઉત્તરાખંડ સરકાર જલ્દીથી દિલ્હીના ડિસ્ટ્રીબ્યૂટરની સાથે પૂછપરછ કરવાની વાત કરી રહી છે. ફરિયાદ કરતા દુકાનદાર બિશન બોરાની લેખિત અરજી મળ્યા પછી કેસ નોધાવામાં આવ્યું છે.

ત્યા આ મુદ્દા પર રાજકારણ પણ થવા લાગી. ભાજપના જિલ્લા અધ્યક્ષે પોલીસ પાસે આની ફરિયાદ કરી છે તેમને માંગ કરી છે કે પોલીસ શૂઝનો માલ જપ્ત કરીને મામલાની તપાસ કરે, જેથી ચીની કંપની દ્વારા કરવામાં આવેલા આ અપમાનની સચ્ચાઇ સામે આવી શકે.

You might also like