ચાઈનીઝ મીઠામાંથી પ્લાસ્ટિક મળી અાવતાં ચકચાર મચી

નવી દિલ્હી: ચીન વિશ્વમાં સાૈથી વધુ મીઠાનું ઉત્પાદન કરતાે દેશ છે, પરંતુ ચીનના મીઠામાંથી પ્લાસ્ટિક મળી આવ્યું છે. આ મીઠાના ઉપયાેગથી લાેકાે કેવા બીમાર પડે છે તેની કલ્પના પણ ધ્રુજાવી દે છે. શાંઘાઈની નાેમર્લ વિશ્વવિદ્યાલયના સંશાેધનકારાેઅે આ અંગે સર્વે કર્યાે છે.  આ સંશાેધનકારાેઅે ચીનમાં બનેલા દરિયાઈ મીઠા સાથે સીંધવ મીઠું અને ઝરણા તેમજ કૂવાના પાણીમાંથી બનેલા મીઠાની તપાસ કરી હતી. તે માટે તેમણે ચાઈનીઝ સુપર માર્કેટમાંથી વિવિધ ૧૫ બ્રાન્ડવાળું મીઠું ખરીદયું હતું.

અમેરિકન કે‌િમસ્ટ્રીના જર્નલ અેન્વાયરાેન્મેન્ટ સાયન્સ અને ટેક્નાેલાેજીમાં છપાયેલા તેના પેપરમાં જણાવ્યા અનુસાર આ તમામ મીઠામાં પ્લાસ્ટિકના ખૂબ જ નાના ટુકડા મળી આવ્યા હતા. જે પાંચ મિ‌લીમીટર અથવા તેના કરતાં પણ નાના છે. દરિયાઈ મીઠામાં પ્રતિકિલાેમાંથી ૫૫૦ થી ૬૮૧ ટુકડા મળી આવ્યા હતા તેમજ સીંઘવ મીઠા અને કૂવાના પાણીથી બનેલા મીઠામાંથી પ્રતિકિલાેઅે ૨૦૪ ટુકડા મળી આવ્યા હતા. તેનું કારણ અે પણ માનવામાં આવે છે કે આ ત્રણેય મીઠાના ઉત્પાદનની પ્રક્રિયા અેક જ છે. તેના આધારે સંશાેધનકારાેઅે અનુમાન લગાવ્યું છે કે તેનાે ઉપયાેગ કરવાવાળા લાેકાે અેક વર્ષમાં લગભગ અેક હજાર ટુકડા ખાઈ રહ્યા હશે.

આવું થવા પાછળના કારણમાં આપણે પ્લાસ્ટિકનાે યાગ્ય રીતે નિકાલ નહિ કરતા હાેવાથી પ્લાસ્ટિક કાેઈ પણ રીતે દરિયામાં પહોંચી જાય છે અને તે દરિયામાં ઉત્પન થતા મીઠા સાથે ભળીને આપણી પાસે આવી જાય છે. થાેડા દિવસ પહેલાં દરિયાઈ પક્ષીઆે અને વહેલ માછલીના પેટમાંથી પણ પ્લાસ્ટિક મળી આવ્યું હતું.

You might also like