ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ અઠવાડિયે ભારતની મુલાકાતે

બીજિંગ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ અઠવાડિયે ભઆરતની મુલાકાતે આવશે. એ દરમિયાન તે કંબોડિયા અને બાંગ્લાદેશ જશે. ભારતમાં તે ગોવામાં થનારા બ્રિક્સ સંમેલનમાં પણ હાજરી આપશે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર 13 થી 17 ઓક્ટોબરના આ દરમિયાન શી સૌથી પહેલા કંબોડિયા જશે, ત્યારબાદ બાંગ્લાદેશ જશે, અને અંતમાં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા ગોવા પહોંચશે.

ગોવામાં શી ની મુલાકાત નરેન્દ્ર મોદી સહિત કેટલાક અન્ય નેતાઓ પણ હશે. જેમાં બિમ્સટેક બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ , શ્રીલંકા, મ્યાનમાર અને થાઇલેન્ડના રાષ્ટ્ર પ્રમુખ પણ હાજર રહેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સંમેલન 15 ઓક્ટોબરે ચાલુ થશે અને બીજા દિવસે પૂરું થશે, જેમાં બિમસ્ટેક દેશ ભાગ લેશે.

શી ની બાંગ્લાદેશ સફર એટલે મહત્વની છે કારણ કે બંને દેશો વચ્ચે છેલ્લી મુલાકાત 30 વર્ષ પહેલા 1986માં થઇ હતી. ચીનના રૂપ વિદેશ મંત્રી સી બાઓદોંગએ અહીંયા મીડિયાને જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ કરાર કરવામાં આવશે. નેપાળના પ્રમુખ કમલ દહલ ઉર્ફ પ્રચંડ શી સાથે બ્રિક્સ સંમેલનની અંદર મુલાકાત કરશે.

શી નો નેપાળની યાત્રા ગત વખતે રદ થઇ ગયો હતો કારણ કે ચીન નેપાળની નવી સરકાર દ્વારા બંને દેશોની વચ્ચે સંપર્ક સુધારવા માટે કરવામાં આવેલા કરારમાં મોડું કરવાના કારણે નારાજ હતા.

You might also like