અમેરિકી રાષ્ટ્રપતિ પહેલાં કિમ જોંગની જિનપિંગ સાથે મુલાકાત, ટ્રમ્પે કહ્યું,”વાહ”

ચીની મીડિયાનાં અહેવાલોથી એવાં સમાચારો પ્રાપ્ત થયાં છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઉત્તર કોરિયાનાં તાનાશાહ કિમ જોંગ ઉને ચીનનાં ડાલિયાનમાં મુલાકાત કરી છે.

આ મુલાકાત પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. ટ્રમ્પે ચીની રાષ્ટ્રપતિને કિમને મળવા માટે શુભકામના પાઠવતા કહ્યું કે આનાંથી ઉત્તર કોરિયા પ્રતિ દુનિયાનો વિશ્વાસ વધશે.

તમને જણાવી દઇએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાનાં નેતા કિમ જોંગ ઉનની બહુપ્રતીક્ષિત મુલાકાત જૂનમાં સિંગાપુરમાં થઇ શકે છે.

દક્ષિણ કોરિયાનાં સમાચાર ચોસુન ઇલ્બોએ સોમવારનાં રોજ પ્રકાશિત રિપોર્ટમાં એવો દાવો કર્યો હતો. ટ્રમ્પે પણ ગયા સપ્તાહમાં અમેરિકામાં રેલી દરમ્યાન એવું નિવેદન આપ્યું હતું કે કિમ સાથે એમની મુલાકાતની જગ્યાએ અન્ય કંઇક તારીખ નક્કી કરી દેવાઇ છે.

જો કે આની વિસ્તૃત જાણકારી તેઓએ નહીં આપી હતી. ટ્રમ્પ અને કિમની વચ્ચે આ પ્રથમ બેઠક હતી. ચોસુન ઇલ્બોએ એક રાજનયિક સૂત્રોનાં હવાલેથી એવો દાવો કર્યો.

સૂત્રએ ટ્રમ્પ અને એમનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટનની વચ્ચે થયેલી વાતચીતને આધારે આ જાણકારી આપી હતી. બોલ્ટને ગયા સપ્તાહમાં પણ વાતચીતની તારીખ અને જગ્યાનાં મુદ્દા પર દક્ષિણ કોરિયાઇ સમકક્ષ ચુંગ ઇયૂ યાંગ સાથે મુલાકાત પણ કરી હતી.

You might also like