ભારત, અમેરિકા અને જાપાનના સંયુક્ત સૈન્ય અભ્યાસ દરમિયાન ચીને કરી જાસૂસી

જાપાન: એક જાપાની અધિકારીના જણાવ્યા અનુસાર એક ચીની નીરિક્ષણ જહાજ તે અમેરીકી વિમાન ચાલક જાન સી સ્ટેનિસ પાસે આવી ગયો જેની પાસે ભારત, અમેરિકા અને જાપાનના સંયુક્ત નૌસૈનિક અભ્યાસ ચાલી રહ્યો હતો. ચીન આ વિસ્તારને પોતાના જહાજોની જાળવણીની જગ્યા માને છે. આ નૌસૈનિકો અભ્યાસ તે સમયે થઇ રહ્યો છે જ્યારે અમેરિકા અને જાપાનને આશંકા છે કે ચીન દક્ષિણ ચીન સાગરમાં જહાજો અને સબમરીનોને આગળ કરીને પશ્વિમ પ્રશાંત વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ વધારવા માંગે છે. ચીન પ્રશાંત ક્ષેત્રને સમુદ્રી માર્ગો અને સૈન્ય તાકાતના રૂપે મહત્વપૂર્ણ ગણતાં આ વિસ્તારમાં પોતાનો પ્રભાવ વધારવા માંગે છે.

10,000 ટનનું સ્ટેનિસ, જે એફ 18 લડાકૂ જેટ લઇ જઇ શકે છે, તાજેતરમાં જ જાપાનના ઓકિનાવ દ્રીપ સમૂહની નજીક ચાલનાર નૌસૈનિક અભ્યાસમાં જોડાયા છે જ્યાં પહેલાંથી જ નવ જહાજ હાજર છે જેમાં જાપાની હેલિકોપ્ટર વાહક અને ભારતીય નૌસેનાના જાપાની મેરીટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સના અધિકારીના નામ ન બતાવવાની શરતે જણાવ્યું હતું કે ચીની જહાજ દક્ષિણ ચીન સાગરથી જ સ્ટેનિસનો પીછો કરી રહ્યું છે અને બાકી જહાજોથી જલદી અલગ થઇ જશે જેથી ચીની જહાજોને છેતરીને દૂર લઇ જઇ શકાય.

પશ્વિમ પ્રશાંતમાં જાપાનના મુખ્ય દ્રીપોથી માંડીને રડાર સ્ટેશન અને એન્ટી શિપ મિસાઇલ બેટરી જેવી રીતોથી જવાબ આપવાની આશા કરી રહ્યાં છે. ચીન અને જાપાન વચ્ચે તણાવ ત્યારે વધી ગયો જ્યારે ચીનનું યુદ્ધયોત પૂર્વ ચીન સાગરના દ્રીપોના ક્ષેત્રોમાં 24 મીલ (38 કિમી) અંદર સુધી આવી ગયું.

તાઇવાનના ઉત્તરમાં આ ઉપસેલા નાના નાન દ્વીપ જાપાનમાં સેન્કાકૂ અને ચીનમાં દિયાઓયૂના નામથી જાણીતા છે. ચીનની વધતી ઉગ્ર નૌસૈન્ય ગતિવિધિઓના લીધે ચિંતિત અમેરિકા પોતાની નૌસેનાના ત્રીજા બેડાથી કેટલાક વધુ જહાજ પૂર્વી એશિયામાં જાપાન સાથે કાર્યરત પોતાના સાતમા બેડાની પાસે મોકલવાની યોજના બનાવી રહ્યું છે.

ભારત માટે આ એક તક છે કે તે ચીનના પૂર્વી સાગર વિસ્તારમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી ચીનની હિંદ મહાસાગરમાં તેમની વધતી નૌસૈન્ય ગતિવિધિઓના પ્રત્યે અપ્રસન્નતા જાહેર કરી શકે. ભારતે પણ આ સંયુક્ત નૌસૈનિક અભ્યાસમાં ચાર જહાજો મોકલ્યા છે જે ફિલીપીંસ અને વિયતનામ થઇને પસાર થશે.

You might also like