ચીનનો આ લાલ અખાડો માટીનો નહીં, ટામેટાંનો છે

બીજિંગઃ ચીનમાં આમ તો કુસ્તી લોકપ્રિય છે, પરંતુ ઉનાળામાં અહીં કેટલાંક સ્થળ કુસ્તીનો અખાડો બદલાઈ જાય છે. અખાડામાં લાલ માટીનું સ્થાન લાલ ટામેટાં લઈ લે છે. અસલમાં ચીનના સ્વાયત્ત ક્ષેત્ર ગુઆંગ્સી જુઆંગના તિયાંગ પ્રાંતમાં ટામેટાંનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ટામેટાંનો પાક આવવાનો શરૂ થાય એટલે અહીં ઉત્સવ મનાવવામાં આવી છે. આ અંતર્ગત અહીં ટામેટાંના અખાડામાં કુસ્તીનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન ઘણા દિવસો સુધી ચાલે છે. આ ક્ષેત્ર ટામેટાંના ઉત્પાદન માટે એટલું પ્રસિદ્ધ છે કે ૧૬,૦૦૦ હેક્ટરમાં તેની ખેતી થાય છે. આ કુસ્તી માટે જે અખાડો તૈયાર કરવામાં આવે છે તે આઠ મીટરની ગોળાઈનો હોય છે અને તેમાં ૦.૩ મીટર ઊંચાઈ સુધી ટામેટાં પાથરવામાં આવે છે, જેથી પહેલવાનોને કુસ્તી કરતી વખતે ઈજા ના થાય. દૂરથી જોતાં આ ભારતીય પરંપરાગત માટીના અખાડા જેવો જ લાગે છે, કારણ કે ભારતમાં અખાડાઓની માટી લાલ હોય છે.

You might also like