ભારતે પોતાનાં 7 પાપોની કબુલાતનો સમય પાકી ગયો છે : ચીન

નવી દિલ્હી : ચીનની સરકારી અધિકૃત સમાચાર એજન્સી શિન્હુઆએ બે મહિનાથી ચાલી રહેલા ડોકલામ વિવાદ મુદ્દે ભારત પર પ્રહાર કર્યો હતો. ભારત પર સાત પાપોનો આરોપ લગાવતો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોનું ટાઇટલ ભારતનાં 7 પાપા ભારત માટે તેનાં 7 નવા પાપોની કબુલાત કરવાનો સમય પાકી ગયો છે. તેવું શિર્ષક આપ્યું હતું.

આ વીડિયોમાં નકલી દાઢી લગાવેલો એક માણસ વિચિત્ર ઉચ્ચારો સાથે પંજાબી શીખની ભુમિકા નિભાવી રહ્યો છે. આ રીતે ભારતનો એક પેરોડી વીડિયો બનાવાયો છે. આ વિડિયોમાં એન્કરને ડોકલામ મુદ્દે બીજિંગનો દ્રષ્ટીકોણ દર્શાવે છે. તે એંકર કહી રહી છે કે તમારા મમ્મીએ શિખવાડ્યું નથી કે તમારે કાયદો ક્યારે પણ ન તોડવો જોઇએ ? સમગ્ર વિશ્વ ભારતને જગાડવાના પ્રયાસો કરી રહ્યું છે તેવુ દર્શાવતા એન્કર કહે છે કેચીનને ભાન થયું કે માણસને જગાડવો અશક્ય છે, જે ઉંધતો હોવાનો ડોળ કરી રહ્યો હોય.

એન્કરની કોમેન્ટ્રી સાથે સબટાઇટલ્સ પણ જોઇ શકાય છે. જે લૂંટારાએ તમારા ઘરમાં ઘાડ પાડી હોય તેની સાથે તમે નેગોશિયેટ કરશો, ના તમે 911 પર કોલ કરશે. વીડિયોમાં ભારતને ખરાબ પાડોશી કહેવાયા છે.

You might also like