પ્રતિબંધ ફક્ત અોફલાઈન, ચાઈનીઝ તુક્કલની અોનલાઈન ધૂમ ખરીદી!

અમદાવાદ: ઉત્તરાયણનાં તહેવારમાં ચાઈનીઝ તુક્કલના કારણે ભૂતકાળમાં અનેક અાગજનીના બનાવો બનતા અા વર્ષે ગુજરાત હાઈકોર્ટના અાદેશ બાદ ચાઈનીઝ તુક્કલના વેચાણ કે ઉડાડવા પર શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહારપાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. છતાં અોનલાઈન શોપિંગ સાઈટ ઉપર ચાઈનીઝ તુક્કલનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અલગ અલગ શોપિંગ સાઈટ પર અલગ અલગ ભાવે તુક્કલો મળી રહ્યાં છે. પ્રતિબંધ હોવા છતાં લોકોઅે બજારમાં નહીં મળતાં અોનલાઈન ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં અાવ્યું પરંતુ અોનલાઈન શોપિંગ સાઈટને જાણ કરવાનું ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે.

છેલ્લાં પાંચેક વર્ષથી ઉત્તરાયણના તહેવારમાં તુક્કલનું સ્થાન હવે ચાઈનીઝ તુક્કલે લીધું છે. અા ચાઈનીઝ તુક્કલનો ક્રેઝ છેલ્લાં બેથી ત્રણ વર્ષોમાં વધ્યો છે. અાકાશ સાંજના સમયે તુક્કલોથી ભરાઈ જાય છે. પરંતુ અા ચાઈનીઝ તુક્કલ બનાવો વધતા અને ત્રણથી ચાર લોકોના મોત નિપજતાં ગુજરાત હાઈકોર્ટે અા ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ ફરમાવવાનો અાદેશ કરતા શહેર પોલીસ કમિશનર દ્વારા ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ ફરમાવાયો છે.

અા જાહેરનામું બહાર પાડ્યા બાદ બજારમાં ચાઈનીઝ તુક્કલ ન મળતાં લોકોએે અોનલાઈન શોપિંગ સાઈટ પર ચાઈનીઝ તુક્કલોની ખરીદી શરૂ કરી દીધી હતી. પ્રખ્યાત શોપિંગ સાઈટ એમેઝોન, સ્નેપડીલ અને ફ્લિપકાર્ટ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. લોકો હવે બજારમાં જવાની જગ્યાઅે અોનલાઈન ખરીદી કરી રહ્યા છે. પ્રતિબંધ બાદ પોલીસે બજારમાં ચેકિંગ શરૂ કર્યું છે પરંતુ કેટલીક જગ્યાઅે જ તુક્કલો મળી અાવી છે.

સૂત્રોનાં જણાવ્યા મુજબ અોનલાઈન શોપિંગ સાઈટ પરથી હજારો લોકોઅે ચાઈનીઝ તુક્કલો જથ્થાબંધ પ્રમાણાં અોર્ડર અાપી મંગાવી લીધી છે. કેટલાક લોકોઅે પ્રતિબંધ હોવા છતાં અોનલાઈન ખરીદી કરી બારોબાર અંદર ખાને વેચાણ શરૂ કર્યું છે.

સામાન્ય રીતે અોનલાઈન શોપિંગ સાઈટ ઉપર જો તમે કોઈ વસ્તુનું શોપિંગ કરો છો તો બેથી ચાર િદવસની અંદર ડિલિવરી મળતી હોય છે પરંતુ ચાઈનીઝ તુક્કલનો તમે અોર્ડર અાપ્યા બાદ તમને એક જ દિવસની અંદર અા ચાઈનીઝ તુક્કલની ડિલિવરી મળી જાય છે. શોપિંગ સાઈટ દ્વારા પણ ચાઈનીઝ તુક્કલોનું ધૂમ વેચાણ થાય તે માટે અા રીતે તાત્કાલિક ડિલિવરી અાપતા હોવાનું જાણવા મળ્યું છે.

You might also like