ચીની જડીબુટ્ટીઓનો અર્ક બ્રેઈન સ્ટ્રોક પેશન્ટને કરશે ફાયદો

ચીની જડીબુટ્ટીઓનો અર્ક જિન્કો બાઈલોબા બ્રેઈન-સ્ટ્રોક પછી રિકવરી માટે પાવરફુલ મેડિસિન હોવાનું એક અભ્યાસમાં સિદ્ધ થયું છે. બ્રિટનની કેટલીક દવાની દુકાનો અને હેલ્થ-ફૂડ શોપ્સમાં ઉપલબ્ધ આ દવા ચીનમાં યાદશક્તિ વધારવા અને ડિપ્રેશનની સારવાર માટે વપરાય છે.

જિન્કો બાઈલોબા અને એસ્પિરિનના કોમ્બિનેશનની ટ્રાયલનાં પરિણામોમાં યાદશક્તિ, માણસો અને વસ્તુઓને ઓળખવાની ક્ષમતા તથા ઘટનાઓ તથા દૃશ્યોનાં કારણો સમજવાની ક્ષમતામાં સુધારો નોંધાયો હતો. એ ઉપરાંત બોલવાની ક્ષમતા તથા સ્નાયુઓની મજબૂતાઈમાં પણ ૧૨ દિવસ પછીના અને ૩૦ દિવસ પછીના ન્યુરોસાઈકોલોજિકલ ટેસ્ટમાં સુધારો નોંધાયો હતો.

જિન્કો બાઈલોબા મગજમાં બ્લડ-કલોટ્સ સાથે સંબંધિત જ્ઞાનતંતુઓના કોષોને નાશ પામતાં રોકે છે.

You might also like