મુસ્લિમોને દેશભક્તિના પાઠ ભણાવી રહી છે ચીનની સરકાર

બીજિંગ: ચીનની સરકાર પર હંમેશાં અલ્પસંખ્યક ઉડગુરુ સમુદાય પર અત્યાચારના આક્ષેપ લાગતા આવ્યા છે, પરંતુ તાજેતરનો રિપોર્ટ હેરાન કરી મૂકે તેવો છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીનના શીનજિયાંગ પ્રાંતમાં રહેતા ઉડગુર સમુદાયના હજારો લોકોને પકડીને તેમને ખાસ પ્રકારની શિબિરોમાં મોકલી દીધા છે. જ્યાં તેમની નકારાત્મક માનસિકતા બદલી શકાય.

ચીનની સરકારના દસ્તાવેજો પરથી જાણ થાય છે કે આ શિબિરો નિઃશુલ્ક અને સંપૂર્ણ રીતે બંધ હોય છે. તેમજ સેનાની દેખરેખવાળા વિસ્તારોમાં હોય છે. અહીં ત્રણ મહિનામાં બે વર્ષ સુધીના સત્ર હોય છે. જ્યાં ઉડગુરોને મંદારિન, કાયદો, જાતીય એકતા, કટ્ટરતાથી છુટકારો મેળવવાની સાથે સાથે દેશભકિત પણ શીખવવામાં આવે છે.

એસોસિએટેડ પ્રેસના રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ચીનની સરકાર આ સમગ્ર અભિયાનને વોકેશનલ ટ્રેનિંગનું નામ આપી રહી છે, પરંતુ તેનો અસલી હેતુ ઉડગુરના મગજમાં દેશભકિત ભરવાનો છે.

ચીનની સરકાર દ્વારા શીનજિયાંગના ચરમપંથીઓને દેશભકિત શીખવાડનાર આ અભિયાનનું નેતૃત્વ ચેનકાંગુઓ કરી રહ્યા છે. ચેનને તિબ્બટમાં ઉપજેલા તણાવની સ્થિતિ પર નિયંત્રણ મેળવવાના ઇનામરૂપે પ્રમોશન મળ્યું હતું. એપીના રિપોર્ટ મુજબ પ્રમોશન બાદ ચીને આતંકવાદીઓને યુદ્ધના સાગરમાં દફનાવવાની વાત કરી હતી.

હ્યુમન રાઇટ વોચે પણ આ વર્ષે જાન્યુઆરીમાં એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે તિબ્બટ અને શીનજિયાંગ બે એવી જગ્યાઓ છે કે જ્યાં બીજિંગના માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય છે. ચીને ઉડગુરના ફિંગર પ્રિન્ટ અને ડેટા સ્ટોર કરવાની યોજના બનાવી હતી.

એપીની તપાસમાં સામે આવ્યું કે ચીનમાં લગભગ એક કરોડ ઉડગુર રહે છે અને તેમને શંકાસ્પદ આતંકવાદીઓ તરીકે જોવામાં આવે છે. જો આ ઉડગુર વિદેશમાં રહેતા પોતાના સંબંધીઓ સાથે સંપર્ક કરવાની કોશિશ કરે તો તેમને પોલીસના સવાલોનો સામનો કરવો પડે છે અથવા વોકેશનલ સેન્ટરમાં જવું પડે છે.

You might also like