દલાઇ લામાની મુલાકાત બાદ ભડક્યું ચીન : તોફાની બાળક જેવું છે ભારતનું વર્તન

નવી દિલ્હી : તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઇ લામા અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલની જ મુલાકાત અંગે ચીને આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ચીનનાં સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે મંગોલિયાનું ઉદાહરણ આપતા ભારતની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. ચીને કહ્યું કે જ્યારે અમેરિકાને પણ અમારા આંતરિક મુદ્દાઓમાં દખલ દેતા પહેલા બે વખત વિચારે છે તો પછી ભારત શું ચીજ છે.

અખબારે ભારતને બિગડેલ બાળકની સંજ્ઞાઆપતા લખ્યું કે ભારતની મહત્વકાંક્ષા અને શક્તિ વચ્ચે મોટી ખાઇ છે અને તેનું વિઝન અદુરદર્શી છે. ગ્લોબલ ટાઇમ્સમાં લખ્યું છે કે ભારત ક્યારેક ક્યારેક તોફાની બાળક જેવી હરકતો કરે છે અને દુનિયાનું સૌથી મોટી લોકશાહીના સૌથી મોટા બિરુદનાં કારણે ઉત્સાહીત થઇ જાય છે. ભારત, ચીનની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનો ફાયદો ઉઠાવીને તેના વિકાસને રૂંધે છે જેમાંથી મોટાભાગનાં ભારતનાં રાષ્ટ્રીય હિતોની સાથે કોઇ લેવાદેવા નથી.

અખબારે અમેરિકાનાં નવા રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપના તાઇવાન મુદ્દા પર હાલનું ઉદાહરણ આપતા કહ્યુ કે, તાઇવાનનાં મુદ્દે અમેરિકા અને ચીનની વચ્ચે જે થયું તેનાથી ભારતે શિખવું જોઇે. પોતાના આંતરિક હિતોની રક્ષા માટે ચીનનાં સંકલ્પની પરીક્ષા લેવા માટે ટ્રંપે જે પગલા ઉઠાવ્યા તેના બદલે તેમને જવાબ મળ્યા, તેના કારણે તેમને સમજ આવી ગયુ હશે કે ચીનની સંપ્રભુતા અને રાષ્ટ્રીય એકતાને ખંડિત કરવામાં આવી શકે નહી. હવે અમેરિકા આ પ્રકારની સંવેદનશીલ મુદ્દા પર ચીનનાં આંતરિક કિસ્સાઓમાં દખલ દેવામાં બે વખત વિચારશે, પછી તે શું ચીજ છે જે ભારતનો આટલું આશ્વસ્ત કરતી રહે છે કે તે તેવું કરી શકે છે ?

અત્રે ઉલ્લેખનીય છે કે, દલાઇ લામાએ રાષ્ટ્રપતિ ભવનમાં બાળકોનાં કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખ્જી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાગેંગ શુઆંગે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે દલાઇ લામાનું રાષ્ટ્રપતિ ભવન જવું અને તેમની સાથે મુલાકાતનો તેઓ વિરોધ કરે છે.

You might also like