2 બુલેટ ટ્રેનો જ્યારે 420ની સ્પિડથી એકબીજાને ક્રોસ થઇ

બેઇજિંગ : ચીનમાં શુક્રવારે પહેલીવાર એક અનોખો નજારો જોવા મળ્યો હતો. જ્યારે બે બુલેટ ટ્રેનોએ રેકોર્ડ હાઇસ્પીડ ટ્રેન્સે સમાંતર પાટા પર એકબીજાને ક્રોસ કરી હતી. ગોલ્ડન ફીનિક્સ અને ડોલ્ફિન બ્લૂ નામની બે ટ્રેન 420 કિલોમીટર પ્રતિ કલાકની સ્પિડથી સવારે 11.20 વાગ્યે પુર્વી મધ્ય હેનાન પ્રાંત ઝોંગઝુ અને પુર્વ જિયાંગ્શૂ પ્રાંતનાં શુઝુ સમાંતર લાગેલ બે પાટા પરથી પસાર થઇ હતી.

ચીન રેલ્વે કોર્પોરેશને ટેક્નીકલ વિભાગનાં પ્રમુખ ઝુલીએ કહ્યું કે આટલી ઝડપી ગતિથી યાત્રા કરનારી ટ્રેનમાં આ પ્રથમ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. ઝોઉએ કહ્યું કે સ્વદેશી ટ્રેનોનો ઉપયોગ કરનારા ચીન માટે આ એક ખુબ જ મહત્વની ઉપલબ્ધી છે. હાઇસ્પીડ ટ્રેનમાં ચીને સંપુર્ણ મહારથ પ્રાપ્ત કર્યો છે તે આ બાબત પરથી સિદ્ધ થાય છે. જ્યારે 420ની સ્પીડથી જઇ રહેલી બે ટ્રેન એકબીજાને ક્રોસ કરી હતી.

You might also like