ચાઈનીઝ બિલ્ડરો રાખે છે રોબો-નોકર

વધતાં ભાડાં, વેતન અને છતાં મેનપાવરની અછતને કારણે ચાઈનીઝ બિલ્ડરો હવે રોબો-નોકર રાખવા તરફ વળવા માંડ્યા છે. સેલિંગની દૃષ્ટિએ ત્યાંના સૌથી મોટા બિલ્ડર એવા ચાઈના વેન્કે કચરા-પોતાં તથા સિક્યોરિટી જેવાં કામ માટે રોબો-નોકરોને કામે લગાડી દીધા છે. એક તરફ ચીનમાં અર્બનાઈઝેશન વધી રહ્યું છે તો બીજી તરફ રોબોટિક્સમાં પણ જબ્બર ઉછાળો અાવ્યો છે. અાજની તારીખે ત્યાંની સૌથી મોટી ઈ-કોમર્સ વેબસાઈટ અલીબાબા પરથી તમે ૪.૧૭ લાખ રૂપિયામાં રોબો-વેઈટર ખરીદી શકો છો. જોકે ચાઈના વેન્ક કંપનીએ પોતાના કામ માટે સ્પેશિયલ રોબો બનાવડાવ્યો છે જે સાફસફાઈ અને સિક્યોરિટી ઉપરાંત ભારે માલનું વહન કરવાનું તથા ટ્રાન્સપોર્ટેશનનું કામ પણ કરે છે.

You might also like