ડોકલામ મુદ્દે દગાખોર ચીન, વિવાદિત સ્થળ નજીક 500 સૈનિકો ખડક્યા

ન્યૂ દિલ્હીઃ ડોકલામ મામલાનો વિવાદ હજી હમણાં તો માંડ શાંત પડ્યો ત્યાં તો ફરીથી એ વિવાદ સર્જાયો છે. એવામાં ફરીથી ડ્રેગન ચીને ફરીથી ડોકલામ પર પોતાની સેનાનો મેળાવડો શરૂ કરી દીધો છે. જેથી ભારત અને ચીન એમ બંને દેશોમાં તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે. 73 દિવસ સુધી ચાલેલ ડોકલામ વિવાદ બાદ બંને દેશોએ પોતાની સેનાને પરત બોલાવી લીધી હતી પરંતુ ભારતે પીછેહટ કરતાં જ ડોકલામ પર ચીની સેનાનો મેળાવડો શરૂ થઇ ગયો છે. પરંતુ આશંકા એવી દર્શાવાઇ રહી છે કે ચીન ફરીથી ત્યાં રસ્તાનું નિર્માણ કરવા માટેનું કામ શરૂ કરી શકે છે.

ચીને ફરી એકવાર ડોકલામ નજીકનો રસ્તો પહોળો કરવાનું શરૂ કર્યું છે. આ સાથે અહીં મોટી સંખ્યામાં ચીની સેનાની હાજરી ભારત માટે એક સૌથી મોટો ચિંતાનો વિષય બની છે. ડોકલામ ભૂટાનની જમીન પર આવે છે અને ચીન આનાં પર કબ્જો કરવા જઇ રહી છે. જો આવું થાય છે તો ભારત માટે આ એક મોટો દગો હશે.

ડોકલામ નજીક ચીની સેનાની હલચલ ફરીથી શરૂ થવાંથી બંને દેશ ફરીથી આમને-સામને આવી ગયાં છે. ચુંબી ઘાટી પર ચીની સૈનિક પહેલેથી જ હાજર છે. અને એમાંય ચીની સેનાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ડોકલામ ટ્રાઇક્જંશન પર જે જગ્યા પર પહેલા વિવાદ થયો હતો ત્યાંથી જ થોડા જ અંતર પર 500 ચીની સેના હાજર છે.

You might also like