ઉઇગર મુસ્લિમો માટે ચીનમાં નમાજથી માંડી દાઢી સુધી પ્રતિબંધ

કાશગર : ચીનનાં વેસ્ટર્ન સિટી કાશગરની સૌથી મોટી મસ્જીદમાં ઇબાદત કરવા જઇ રહેલા મુસ્લિમ શાંતિથી મેટલ ડિટેક્ટર દ્વારા પ્રવેશ કરે છે. પોલીસ અધિકારીઓ ભાવશૂન્ય ચહેરે તેને જોઇ રહ્યા છે. અશાંત જિનજિયાંગ ક્ષેત્રનાં આ ઉઇગર મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં સરકારની તરફતી ઘણા પ્રકારનો કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અહીં દાઢી રાખનારા પર પણ આંશિક પ્રતિબંધ લગાવાયેલો છે અને કોઇને પણ જાહેર રીતે ઇબાદત કરવાની પરવાનગી નથી.

વર્ષોથી કાશનગરની કેન્દ્રીય મસ્જીદમાં રમજાનનાં અંતે આવતી ઇદની નમાજ પઢવા અને ઉત્સવ મનાવવા માટે દર વખતે ખુબ ભીડ એકત્ર થતી પરંતુ આ વખતે ખુબ જ ઓછા લોકો હતા. સ્થાનિક લોકોનાં અનુસાર ગત્ત 20-30 વર્ષમાં પહેલીવાર ઇદ પર મસ્જીદમાં આટલા ઓછા લોકો જોવા મળ્યા. અધિકારીક રીતે આ અંગે કોઇ ટીપ્પણી કરી નથી. પરંતુ સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે સરકાર કાશગરમાં ઇદની નમાજમાં આવનારા યાત્રીઓને રોકવા માટે શહેરમાં ઘણા કડક ચેકપોસ્ટ લગાવ્યા હતા. એક વેપારીએ કહ્યું કે, આ ધર્મની દ્રષ્ટીએ સારી જગ્યા નથી.

બીજિંગનું કહેવું છે કે કડક પ્રતિબંધ અને પોલીસની ભારે હાજરી વિસ્તારમાં ઇસ્લામિક ચરમપંથ અને અલગતાવાદી ગતિવિધિઓને નિયંત્રણમાં લેવા માટે શું કરવામાં આવ્યું છે પરંતુ વિશ્લેષકોએ ચેતવણી આપી કે જિનજિયાંગ એક ખુલી હવાવાળી જેલ બની ચુક્યું છે. ઓસ્ટ્રેલિયાનાં લો ટ્રોબે યૂનિવર્સિટીમાં ચાઇનીઝ સિક્યોરિટી એક્સપર્ટ જેમ્સ લીબોલ્ડે કહ્યું કે ચીન એવું પોલીસ સ્ટેટ બની રહ્યું છે જેનું ઉદાહરણ આપવું મુશ્કેલ છે.

You might also like