ભારતને ધમકી આપ્યા પછી તિબ્બતમાં જોવા મળ્યું ચીની ફાઇટર ‘j-20’

બીજિંગ: હિમાલયની પાસે બ્રહ્મોસીની તૈનાતી પર ચીને થોડાક દિવસો પહેલા ભઆરતને ચેતવણી આપવામાં આવી હતી અને હવે જી 20 સમિટ માટે ચીનની યાત્રા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જવાના એક દિવસ પહેલા સિક્રેટ ફાઇટર જી 20ને દાઓચેંગયાદિંગ એરપોર્ટ પર જોવામાં આવ્યું હતું.

હિમાલયની પાસે સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલની તૈનાતી વિરુદ્ધ ચીન દ્વારા ભારતને આપવામાં આવેલી ચેતાવણી બાદ આ સિક્રેટ ફાઇટરનો ફોટો ટ્વીટર અને બે ડિફેન્સ વેબસાઇટ www.abovetopsecret.com व www.alert5.com પર જોવા મળ્યો છે. જો કે ભારતીય આર્મીએ કહ્યું કે, ‘અમારા દેશની સુરક્ષા એ અમારી જવાબદારી છે. અમે અમારી લશ્કરી મિસાઇલ્સને ક્યાંય પણ ગોઠવી શકીએ છીએ. જે અંગે કોઇ દખલગીરી ના કરી શકે.’

જે 20 વિમાનનો ફોટો કપડામાં ઢાંકેલો છે અને એ વિમાન દાઓચેંગ યેડિંગ એરપોર્ટ પર છે. આ એરપોર્ટ દરિયાની સપાટીથી 14000 ફીટ પર આવેલું છે. એટલા માટે આ દુનિયાનું સૌથી ઊંચા સ્થાન પર સ્થિત સિવિલયન એરપોર્ટ પણ છે.

કહેવામાં આવી રહ્યું છે કે આટલી ઊંચાઇ પર જે 20 ફાઇટરને બતાવવાનો હેતુ એ પણ છે કે આ વિમાન આટલી ઊંચાઇએ પણ સફળ રીતે કામ કરી શકે છે. ચીનનું ચેંગદૂ જે 20 લડાકૂ વિમાન બે એન્જીન વાળું છે અને કેટલાક ફીચર હોવાને કારણે રેડારની પકડમાં આવતું નથી. આ ખાસિયત તેના જૂના વિમાનોથી અલગ કરે છે.

ડિસેમ્બર 2010માં સુપરસોનિક જે 20 લડાકૂ વિમાનના સમાચાર સામે આવ્યા પછી તેનું ઉત્પાદન ઓછી સંખ્યામાં શરૂ થઇ ગયું. આ વિમાનને ચેંગદૂ એરક્રાફ્ટ ડિઝાઇન ઇન્સ્ટીટ્યૂટમાં તૈયાર કરવામાં આવ્યું છે. જાન્યુઆરી 2011માં તેને પહેલી વખત ઉડાણ કર્યું હતું. ત્યારબાદજ આ વિમાનનું નવું મોડલ સામે આવ્યું હતું, જેમાં વધારે સારા એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો. ભારત પાસે હજુ સુધી આ કેટેગરીનું લડાકૂ વિમાન નથી.

You might also like