ચીને પલ્પ પ્રોડક્શન પર પ્રતિબંધ મૂકતાં પેપર કંપનીના શેરમાં તેજી જોવા મળી

અમદાવાદ: પેપર કંપનીના શેરમાં ગઇ કાલે ઉછાળો નોંધાયો હતો. ચીનમાં વેસ્ટ પ્રોડક્ટમાંથી પેપર ૫૯૫ બનાવવા ઉપર પ્રતિબંધ મૂકવાના સમાચારથી ભારતીય પેપર કંપનીઓને સીધો ફાયદો થશે તેવા સેન્ટિમેન્ટ પાછળ પેપર કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. સ્ટાર પેપર, રુચિરા પેપર કંપનીના શેરમાં છેલ્લા એક સપ્તાહમાં ૨૦થી ૩૭ ટકાનો ઉછાળો જોવાયો હતો.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વધતા જતા પ્રદૂષણના પગલે ચીને વેસ્ટ પ્રોડક્ટમાંથી પેપર પલ્પ પ્રોડક્શન પર પ્રતિબંધ મૂક્યો છે. આવા સંજોગોમાં ત્યાં પેપરની અછત વરતાઇ રહી છે. ચીન પેપરની આયાત માટેની તૈયારીઓ કરી રહ્યું છે. ભારતીય પેપર કંપનીઓને તેનો સીધો ફાયદો થશે તેવી શક્યતાઓ પાછળ પેપર કંપનીઓના શેરમાં ઉછાળો નોંધાયો છે.

You might also like