ચીને માંસને ગણાવ્યુ ખતરનાક : લીધો મહત્વનો નિર્ણય

બેઇજિંગ : ચીન લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કાંઇ પણ કરતું હોય છે. ચીની સરકાર દેશમાં માંસનું વેચાણ ઘટાડવા માંગે છે. આ માટેની યોજના તેણે લગભગ તૈયાર કરી લીધી છે. ચીની નાગરિકોની વચ્ચે માંસનું જેટલું વેચાણ છે તેમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવશે. ચીનનાં આ પગલાને ગ્લોબલ વોર્મિગનાં પડકારને પહોંચીવળવા માટેનાં ઉપાય તરીકે જોવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગમાં ચીનને પણ ગ્રીનહાઉસ ગેસનાં ઉત્સર્જનને ઘટવા માટેનું લક્ષ્ય મળ્યું છે.

દેશની 1.3 અબજ વસ્તી માટે ચીનનાં હેલ્થ મિનિસ્ટ્રીએ નવા આહાર દિશા નિર્દેશો બહાર પાડ્યા છે. આ દિશા નિર્દેશો અનુસાર એક ચીની નાગરિક પ્રતિદિન 40 થી 75 ગ્રામ માંસ જ ખાઇ શકે છે. દર 10 વર્ષ પર આ નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે આ નિયમ હેલ્થને સારૂ કરવા માટે લેવાયો છે પરંતુ તેની અસર ગ્રીનહાઉસ ગેસનાં ઉત્સર્જન પર પણ પડશે. ચીની કમ્યુનિસ્ટ પાર્ટીએ આ લક્ષ્યને સફળ બનાવવા માટે અસામાન્ય રીતે હોલિવૂડ સેલેબ્રિટીઝ અરનોલ્ડ સ્વર્જનેગર અને ડાયરેક્ટર જેમ્સ કેમરૂનની પણ મદદ લીધી છે. આ બંન્ને વ્યક્તિઓ ચીની લોકોને જાનવરનું માંસ ઓછુ ખાવા માટેની અપીલ કરશે.

ચીન તેની મદદથી જાહેરાતો દ્વારા અભિયાન ચલાવવા જઇ રહ્યું છે. આ સેલેબ્રિટીજ જણાવશે કે માંસ ઓછુ ખાવાથી પર્યાવરણ કેટલુ સંતુલીત રહી શકે છે. નવા દિશા નિર્દેશોની મદદથી 2030 સુધી ચીન પશુ ઇન્ડસ્ટ્રી દ્વારા 1 BN ટન કાર્બન ડાયોકસાઇડનાં ઉત્સર્જનને ઘટાડી શકશે. ચીને 2030 સુધીમાં 1.8 BN કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછુ કરવા માટેનું લક્ષ્યાંક મુક્યું છે. ગ્લોબલ વોર્મિંગમાં ગાય, મરઘા, સુઅર અને અન્ય જાવવરોનાં પાલન અને તેનાં માંસના સેવનનું 14.5 ટકા યોગદાન છે. આ આ આંકડો સંપુર્ણ ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી કરતા પણ મોટો છે.

You might also like