અરૂણાચલ પર ચીનનાં દાવો અર્થ વિહિન છે : ચીની વિશેષજ્ઞ

બીજિંગ : એક અસામાન્ય પગલા હેઠલ ચીનનાં એખ રણનીતિક વિશ્લેષકે અરૂણાચલ પ્રદેશની સાથે સાથે બીજિંગનાં રાષ્ટ્રીય જુનૂન પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ રાજ્ય દેશ માટે ખાસ મહત્વપુર્ણ નથી અને દેશ માટે કોઇ વિશિષ્ટ સંપત્તી પણ નથી. ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ માનીને તેના પર દાવો કરતું આવ્યું છે. આ વર્ષે એપ્રીલમાં બીજિંગે ત્યાં તિબેટનાં આધ્યાત્મીક ગુરૂ દલાઇ લાનાની મુલાકાતનાં જવાબમાં 6 સ્થળોનાં ચીની માનીકૃત નામ જાહેર કર્યા હતા.

ચીનનાં સરકારી મીડિયાએ કહ્યું હતું કે, આ સ્થળોનાં ફરીથી નામ રાખવાનાનાં પગલાનો ઉદ્દેશ્ય રાજ્ય પર ચીનનાં દાવાની પૃષ્ટી કરવાનો છે. જો કે દલાઇ લામા સાથે અરૂણાચલ ગયેલા કેન્દ્રીયગૃહ રાજ્યમંત્રી કિરેન રિજિજૂએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય ભારતનો અભિન્ન હિસ્સો છે. ચીનનાં રણનીતિક વિશ્લેષક વાંગ તાઓ તાઓએ કહ્યું કે, આમ તો ચીન અને ભારત વચ્ચે ઘણા વર્ષોથી આ વિવાદીત ક્ષેત્ર મુદ્દે સંબંધોમાં ઉતાર ચડાવ આવતો રહ્યો છે પરંતુ રાષ્ટ્રીય જનુન રહેલુ આ વિવાદિત ક્ષેત્ર ચીન માટે કોઇ ખાસ સંપત્તી નથી.

વાંગે લોકપ્રિય ચીની વેબસાઇટ જહીહૂ ડોટ કોમ માચે લખ્યું કે, વાસ્તવમાં આ ક્ષેત્રનું ચીન માટે કોઇ ખાસ મહત્વ નથી. ખાસ વાત એ છે કે આ લેખ એવા સમયે આવ્યો છે જ્યારે સિક્કીમનાં ડોકલા ક્ષેત્રમાં ચીની જવાનો દ્વારા માર્ગ નિર્માણનાં પ્રયાસ બાદ ભારત અને ચીન એક મહિનાથી વધારે સમયતી સીમા વિવાદ ચાલુ થયો છે.

You might also like