ચીનની કાર્યવાહી સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ ગંભીર : ભારત

નવી દિલ્હી : ભારતે શુક્રવારે કહ્યું કે તેણે ચીનને કહ્યું કે ચીની સૈનિકો દ્વારા સીમા વિસ્તારમાં માર્ગનું નિર્માણ ભારતની સુરક્ષાની દ્રષ્ટી ગંભીર ખતરો છે. બીજિંગને આગ્રહ કર્યો છે કે તે યથાસ્થિતીમાં એકતરફી ફેરફાર ન કરે. વિદેશ મંત્રાલયે નિવેદનનાં અનુસાર ચીનની હાલની કાર્યવાહી મુદ્દે ભારત ખુબ જ ચિંતિત છે અને ચીનની સરકારને આ અંગે જાણ કરાઇ છે કે આ પ્રકારનું નિર્માણ યથાસ્થિતીમાં મહત્વનો ફેરફાર દર્શાવશે, જે ભારતની સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ ગંભીર છે.

નિવેદન અનુસાર ભારતે આ વાતને રેખાંકિત કરી છે કે નવી દિલ્હી અને બીજિંગે વર્ષ 2012માં એખ સમજુતી કરી હતી જ્યાં ભારત, ચીન અને ત્રીજા દેશની સીમા મળે છે, તેને સંબંધિત મુદ્દાઓનાં ઉકેલ માટે દેશો સાથે સલાહમંત્રણા કરવામાં આવશે. ભારતે નિવેદનમાં કહ્યું કે, ટ્રાન્ઝેક્શન પર કોઇ પણ પ્રકારનો એકતરફી નિર્ણય સમજુતીનું ઉલ્લંઘન છે. નિવેદન અનુસાર જ્યાં સુધી સિક્કિમ ક્ષેત્રની સીમાની વાત છે તો ભારત અને ચીને 2012માં એક વધુ સમજુતી કરી હતી, જેમાં સીમાંકન મુદ્દે પરસ્પર સંમતીને દોહરાવવામાં આવી છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે તે જરૂરી છે કે તમામ સંબંધિત પક્ષ વધારેમાં વધારે સંયમ વર્તે અને યથાસ્થિતીને એકપક્ષીય રીતે ન બદલવા અંગે પરસ્પર સમજુતીનું પાલન કરે. નિવેદન અનુસાર ભારત – ચીન સીમા વિસ્તારમાં ભારતે શાંતિ અને સૌહાર્દતાનો પરિચય આપ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ભારત ચીનની સાથે સીમા સંબંધિત તમામ મુદ્દાઓનું સમાધાન શાંતિપુર્ણ રીતે વાતચીતનાં માધ્યમથી કરવા માટે પ્રતિબદ્ધ છે.

You might also like