ચીને કર્યું પોતાનું સૌથી શક્તિશાળી લાંગ માર્ચ 5 રોકેટનું સફળ પરીક્ષણ

બીજિંગ: ચીને પોતાની સૌથી ભારે અને શક્તિશાળી રોકેટનું સફળ પ્રક્ષેપણ કર્યું છે. એનો ઉપયોગ ચીન સ્થાયી સ્પેસ સ્ટેશન બનાવવા અને ચંદ્ર અથવા મંગળ અભિયાન જેવા ભવિષ્યના અંતરિક્ષ કાર્યક્રમોમાં કરી શકે છે. ચીનએ ગત રાતે તેનું પરીક્ષણ કર્યું હતું.

ચીને તેના આ નવા રોકેટને લાંગ માર્ચ 5 નામ આપ્યું છે. લાંગ માર્ચ 5ને દક્ષિણી હેનાન પ્રાંત સ્થિત વેનચાંગ સેટેલાઇટ લાંચ સેન્ટરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રોકેટ સ્થાનીક સમય પ્રમાણે રાતે 8.43 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું.

એની નજીક 40 મિનીટ પછી લોન્ચિંગ અભિયાનથી જોડાયેલા એક અધિકારીએ સફળ પ્રક્ષેપણની જાહેરાત કરી. લાંગ માર્ચ 5 ચીનની બીજી પેઢીનું ઉન્નત રોકેટ છે. આ 25 ટન ભાર એની સાથે લઇ જઇ શકે છે. આ ચીનનું અત્યાર સુધીનું સૌથી મોટું વાહન રોકેટ છે. એની ઊંચાઇ 57 મીટર અમે જાડાઇ 5 મીટર છે.

You might also like