ભારત સાથે સીમાં વિવાદમાં દખલ સહન નહી : ચીનની અમેરિકાને ધમકી

બીજિંગ : અમેરિકી રાજદૂત રિચર્ડ વર્માના અરૂણાચલ પ્રદેશની મુલાકાત મુદ્દે ચીને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે તે સીમા વિવાદથી દુર રહે. તો બીજી તરફ ભારતને પણ ચેતવણી આપી કે આના કારણે ભારત અને બીજિંગના સંબંધો પર પણ અસર પડી શકે છે. બીજી તરફ ભારતે ચીનની તરફ ભારતે ચીન તરફથી આવેલી પ્રતિક્રિયાની આલોચના કરી હતી.

ભારતમાં અમેરિકી રાજદુત રિચર્ડ વર્માના અરૂણાચલ પ્રદેશની મુલાકાત અંગે ચીને સોમવારે વિરોધ વ્યક્ત કર્યો હતો. ચીને કહ્યું કે કોઇ પણ પ્રકારના અમેરિકી દખલથી ચીન – ભારત સીમાં વિવાદ વધારે જટીલ અને મુશ્કેલ બનશે. અરૂણાચલ પ્રદેશને ચીન અને તિબેટનો જ દક્ષિણી હિસ્સો માને છે. જ્યારે 1962ના યુદ્ધમાં ચીને કબ્જો જમાવ્યો છે તેવા અક્સાઇ ચીન વિસ્તારને ભારત વિવાદિત વિસ્તાર માને છે.

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડૂના આમંત્રણ બાદ અમેરિકી રાજદૂત રિચર્ડ વર્મા આગામી 22 ઓક્ટોબરે તવાંગની યાત્રા કરી હતી. આ અંગે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કેંગે મીડિયા સાથે ચર્ચા દરમિયાન કહ્યું કે અમેરિકી રાજદૂતે વિવાદિત વિસ્તારની યાત્રા કરી છે. ચીના આ યાત્રાનો વિરોધ કરે છે. અમેરિકાને ભારત – ચીન સીમાં વિવાદમાં દખલઅંદાજીથી દુર રહેવું જોઇએ.

You might also like