બૌઘ્ઘ ધર્મનાં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં દલાઈ લામાની હાજરીથી ચીન ભડક્યું.

બેજિંગ:  બિહારના રાજગીર ખાતે યોજાયેલા બૌદ્ધ ધર્મનાં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં દલાઈ લામાને નિમંત્રણ પાઠવવામાં આવ્યુ હતું. તે કારણે ચીન ભડક્યું છે. આ સંમેલનમાં દલાઈ લામા સાથે કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્મા તથા ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ હાજર રહ્યા હતા.

ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચિનયિંગે આ બાબતે જણાવ્યું કે “ચીનનો ભારે વિરોધ હોવા છતાં, ભારત પક્ષ દલાઈ લામાને બૌધ્ધ ધર્મના આતંરરાષ્ટ્રીય સંમેલનમાં નિમંત્રણ આપવા અંગે પોતાના નિર્ણય પર અડગ રહ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે “ અમે ભારતીય પક્ષને વિનંતી કરીએ છીએ કે તેઓ ચીનના દલાઈ સમુહ વિરોધી સ્વભાવને સમજે અને સ્પષ્ટ રીતે જુએ. ચીનની મુળભુત ચિંતાઓને સમજે અને ભારત-ચીન સંબંઘોને નબળા બનતાં અટકાવે.

ઉલ્લેખનીય છે કે ચીન દલાઈ લામાને અલગાવવાદી માને છે. કોઈ પણ સરકાર જ્યારે દલાઈ લામાને નિમંત્રણ પાઠવે ત્યારે ચીની સરકાર પોતાનો વિરોધ નોંઘાવે છે. 1959માં પોતાની માતૃભુમિ છોડ્યા બાદ લામા હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રહે છે.

You might also like