ચીન-અમેરિકા પોતાનું સંભાળે અમે કાશ્મીરનો ઉકેલ લાવીશું : મુફ્તી

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરનાં ચીફ મિનિસ્ટર મહેબુબા મુફ્તીએ શનિવારે નેશનલ કોન્ફરન્સનાં વડા નેશનલ કોન્ફરન્સનાં વડા ફારૂક અબ્દુલ્લાની ઝાટકણી કાઢી હતી. નોંધનીય છે કે અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરનાં ઉકેલ માટે ત્રીજા પક્ષને વચ્ચે રાખીને સમગ્ર સમસ્યાનો ઉકેલ લાવવા માટે જણાવ્યું હતું. નોંધનીય છે કે, અમેરિકામાં આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન જમ્મુ કાશ્મીરની પરિસ્થિતીને સીરિયા અને અફઘાનિસ્તાન સાથે સરખામણી કરી હતી.

મહેબુબાને આ અંગે પુછવામાં આવતા મહેબુબાએ જણાવ્યું કે ચીન અને અમેરિકા પોતાનાં આંતરિક વિવાદો પર ધ્યાન આપે. અમે અમારા દેશની શું પરિસ્થિતી છે તે અમે જાણીએ છીએ. તેનો કઇ રીતે ઉકેલ લાવવો તો અંગે પણ અમે જાણીએ છીએ. આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની અમારે કોઇ જ જરૂર નથી. અમારી સરકાર આ તમામ પરિસ્થિતીનો ઉકેલ લાવવા માટે સમર્થ છે.

You might also like