દલાઇ લામાની બાબતે ચીને આપી ભારતને ધમકી

બીજિંગ: દલાઇ લામાની અરુણાચલ યાત્રાને લઇને ચીનની સાથે વધતો વિવાદ થોભવાનું નામ લેતો નથી. ચીને અત્યાર સુધીનું સૌથી મોટું નિવદેન આપ્યું છે. ચીને કહ્યું કે ભારતે તિબ્બતને લઇને પોતાની પ્રતિબદ્ધતાને તોડી છે અને એનું ગંભીર પરિણામ આવી શકે છે.

ચીનની વિદેશ મંત્રાલ્યની પ્રવક્તા લૂ કાંગએ કહ્યું કે ભારત દલાઇ લામાની રાજનીતિક અને ભડકાઉ નિવેદનોમાં આવી ગયું છે. ચીને કહ્યું કે ભારતે તિબ્બતને લઇને પોતાની પ્રતિબદ્ધતાનું ઉલ્લંઘન કર્યું છે. એનાથી સરહદની સમસ્યાનો ઉકેસ અને દ્વિપક્ષીય સંબંધો પર નકારાત્મક અસર થશે.

આ પહેલા ચીને તિબ્બતી ધર્મગુરુ દલાઇ લામાના અરુણાચલ પ્રદેશની યાત્રાનો વિરોધ કરતાં કહ્યું હતું કે ‘ભારતે આ માટેની પરવાનગી આપવાની નહતી અને એનાથી ભારતને કોઇ ફાયદો થશે નહીં.’ ચચીને કહ્યું હતું કે આનાથી બંને દેશો વચ્ચે સંબંધો પર ગંભીર અસર થશે. જો કે ભારતે આ યાત્રાને પૂરી રીતે ધાર્મિક યાત્રા કહી હતી.

ચીનના આરોપ પર ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજ્જુએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ભારત એક સેક્યુલર લોકતાંત્રિક દેશ છે અને ધાર્મિક નેતાઓ પર પ્રતિબંધ લગાડતો નથી. હું ચીનને અપીલ કરું છું કે એ દલાઇ લામાની અરુણાચલ યાત્રાને રાજકારણ રૂપમાં લે નહીં. રિજિજુએ કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ વિવાદીચ વિસ્તાર નથી. અરુણાચલ પ્રદેશના લોકા શાંતિ પ્રેમી ભારતીય છે જે મિત્રતાનો સંબંધ ઇચ્છે છે.

http://sambhaavnews.com/

You might also like