ચીને કર્યું 10 પરમાણુ હથિયાર એક સાથે લઇ જનારી મિસાઇલનું પરીક્ષણ

બીજિંગ: ચીને ગુરુવારે મિસાઇલનું એખ નવું સંસ્કરણનું સફળ પરીક્ષણ કર્યું છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મિસાઇલ દ્વારા 10 પરરમાણુ હથિયારોને એક સાથે લઇ જઇ શકાય છે. ડોનાલ્ડ ટ્રંપ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકા અને ચીનની વચ્ચે યુદ્ધની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં આ મિસાઇલના પરીક્ષણ બાદ બીજિંગની તાકાતમાં વધારો થયો છે.

એક રિપોર્ટ અનુસાર ચીને ડીએફ 5સી મિસાઇલને હત મહિને પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલમાં 10 મલ્ટીપલ ઇન્ડિપેન્ડેન્ટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી વીઇકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મિસાઇવ પશ્વિમિ ચીનના એક રેગિસ્તાનમાં જઇને પડ્યું.

મિસાઇલ ટેસ્ટને લઇને એક રિપોર્ટમાં કેહવામાં આવ્યું છે કે અમેરિકાને આ બાબતની પૂરી જાણકારી છે. જણાવી દઇએ કે નવી મિસાઇલ ડીએફ 5 નું વેરિએન્ટ છે જે ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું અપડેટ વર્ઝન છે જેનું પહેલી વખત 1980ના શરૂઆતી દશકમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટમાં પેન્ટાગનના પ્રવક્તા ગેરી રોસના સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે ડિફેન્સ ડિપાર્ટમેન્ટ નિયમિત રીતે ચીની સેનાથી જોડાયેલા ઘટનાક્રમો અને પીએલએને લઇને અમારા ડિફેન્સ પ્લાન પર જોડાયેલી બાબતોમાં નજર રાખે છે.

You might also like