ચીનમાં આતંકી હુમલોઃ ૮નાં મોત

બી‌િજંગઃ ચીનના પશ્ચિમી પ્રાંત શિનાજિયાંગમાં આતંકી હુમલાખોરોએ ચાકુથી કરેલા હુમલામાં આઠ વ્યકિતનાં મોત થયાં છે, જ્યારે અન્ય પાંચને ઈજા થઈ છે, જોકે આ હુમલા અંગેનું કારણ હજુ જાણવા મળ્યું નથી, તેની તપાસ ચાલી રહી છે. આ હુમલામાં ઈસ્લામી આતંકીઓનો હાથ હોવાની આશંકા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય એશિયા અને પાકિસ્તાનની સરહદ પર આવેલા શિનાજિયાંગ પ્રાંત સંશોધનના મામલે ઘણો વિક‌િસત વિસ્તાર છે અને તાજેતરનાં વર્ષોમાં આ વિસ્તારમાં અનેક લોકોની હત્યા થઈ છે તે બદલ સરકાર અલગાવવાદી ઈસ્લામી આતંકવાદીઓને જવાબદાર ગણાવી રહી છે. આ ઘટના બાદ અધિકારીઓએ તેને આતંકી હુમલો ગણાવ્યો હતો તેમજ દેશમાં ઉચ્ચ સ્તરની સુરક્ષાવ્યવસ્થા ગોઠવી અેલર્ટ જાહેર કર્યું હતું. સરકારે આ ઘટનામાં હુમલાખોરોની ઓળખ દર્શાવી નથી, પરંતુ કેટલાક સ્થાનિકોએ જણાવ્યું હતું કે હુમલાખોરો ઉઈગુર હતા.

ચીનમાં રોડ પર ૧૦થી ૨૦ મીટરના અંતરે સશસ્ત્ર પોલીસદળ ગોઠવાયેલું હોય છે. પાકિસ્તાનના કબજાવાળા પાકિસ્તાન (પીઓકે) અને અફઘાનિસ્તાનની સરહદ સાથે સંકળાયેલા શિનાજિયાંગ અનેક વર્ષોથી ઉઈગુરના દેખાવોના કારણે અશાંત રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં થયેલા હુમલામાં અાઠ વ્યકિતનાં મોત થયા બાદ આ વિસ્તારમાં સુરક્ષાવ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like