ડોકલામ વિવાદ પર ભડકેલા ચીને રમી નવી રમત, ભારતની ચિંતા વધી

સીમા વિવાદ પર ભડકેલા ચીને નવી રમત દ્વારા ભારતનો ઘેરાવો કરવા માટે હવે કૂટનીતિક રસ્તો અપનાવી રહ્યું છે. ડોકલામ સીમા વિવાદ પર ભારતના કડક વલણને જોતા ચીને અન્ય દેશો સાથે વાર્તા કરવાનો નિર્ણય કર્યો છે. ચીનની નેપાળ સાથે વાતચીતનો નિર્ણય ઘણી રીતે મહત્વપૂર્ણ છે.

પહેલા ભારત, ચીન અને નેપાળ પણ ટ્રંય જંક્શન શેર કરે છે. બીજો નેપાળ એવો દેશ છે જે ભારત અને ચીન બંનેની સીમાથી જોડાયેલો છે. તો બીજી બાજુ છેલ્લા કેટલાક સમયથી નેપાળ અને ચીનનું નજીક આવવાનું વધી ગયું છે.

http://sambhaavnews.com/international/china-demands-india-remove-troops-from-disputed-border-region/

જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચીનના ડેપ્યુટી ચીફના ડોકલામ મુદ્દા પર નેપાળે પોતાના સમકક્ષ વાત કરી છે. આ વાતચીતમાં ચીનના અધિકારીએ ડોકલામ વિવાદ પર ચીનની સ્થિતિ માટે વાત કરી છે.

આ પ્રસંગે બીજિંગે એક વખત ફરીથી પોતાની વાત રિપીટ કરતાં કહ્યું કે બંને દેશો વચ્ચે કોઇ પણ અર્થપૂર્ણ વાર્તા માટે ભારતમને ડોકલામથી પોતાની સેના પાછી બોલાવી પડશે. જો કે ચીનની જેમ ભારતે પણ હજુ આ મુદ્દા પર કોઇ વાતચીત કરી નથી.
http://sambhaavnews.com/national/china-india-doklam-xi-jinping-issue-note/

આ મુદ્દા પર નેપાળે કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નેપાળ, ચીન અને ભારતના વિવાદમાં વચ્ચે પડવાથી બચી રહ્યું છે અને એ આ મુદ્દા પર એક તટસ્થ વલણ અપનાવી શકે છે.

http://sambhaavnews.com/

You might also like