ચાઇના સુપર લીગમાં વિવાદઃ ૫૦ લોકો વચ્ચે ઝપાઝપી

ગ્વાંગઝૂઃ ચેલ્સીના ભૂતપૂર્વ ખેલાડી ઓસ્કરે ઉશ્કેરણી કરતા ચાઇના સુપર લીગ ફૂટબોલની મેચ દરમિયાન શાંઘાઈ એસઆઇપીજી અને ગ્વાંગઝૂ આરએન્ડએફના ખેલાડી અને સ્ટાફના લગભગ ૫૦ લોકો મેદાન પર ઝઘડી પડ્યા હતા. બંને ટીમે ૧-૧ની બરોબરી પર રહી હતી. પહેલા હાફની સમાપ્તિ પહેલાં શાંઘાઈના ઓસ્કરે બે વાર વિપક્ષી ખેલાડીની તરફ બોલ માર્યો હતો. આ અંગે ગ્વાંગઝૂના ખેલાડીઓ ગુસ્સે થયા હતા અને ઓસ્કરને જમીન પર પટકી દીધો હતો.

આ દરમિયાન બંને ટીમના ખેલાડી, બેંચ અને સ્ટાફ પણ મેદાન પર દોડી આવ્યો હતો અને બધા વચ્ચે ઝપાઝપી થઈ હતી. જ્યારે આ બધું બની રહ્યું હતું એ સમયે ઓસ્કર મેદાન પર જ પડ્યો રહ્યો હતો. રેફરીએ ગ્વાંગઝૂના લી તિઝિયાંગને મેદાનની બહાર મોકલી આપ્યો અને ફૂ હાનને રેડ કાર્ડ બતાવી દીધું હતું, જ્યારે આ બધા પાછળ જવાબ ઓસ્કર બચી ગયો હતો.
http://sambhaavnews.com/

You might also like