મોદીની મુલાકાત બાદ શ્રીલંકાએ ચીનને સબમરીન લાંગરવાની મનાઇ કરી

કોલંબો :  શ્રીલંકાએ ચીનની એક સબમરીનને કોલંબોના બંદરે રાખવાને લઇને કરવામાં આવેલી પેઇચિંગની અપીલને નકારી દીધી છે. ગુરૂવારે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના શ્રીલંકા પહોચ્યા બાદ સરકારના બે વરિષ્ઠ અધિકારીઓએ આ જાણકારી આપી છે. શ્રીલંકાએ ઓક્ટોબર 2014માં અંતિમ વખતે કોઇ ચીની સબમરીનને કોલંબો બંદરે રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. જેનો ભારતે કડક વિરોધ કર્યો હતો.

શ્રીલંકા સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, કોલંબોમાં એક ચીની સબરમીનને રાખવાની પેઇચિંગની અપીલને નકારી દીધી છે. તેમણે કહ્યું કે, શ્રીલંકા ચીનની સબમરીન કોઇ પણ સમયે કોલંબોમાં રાખવાની અપીલ સાથે સહમતિ આપી જ નથી. આ સંબંધમાં તેમણે ભારતની ચિંતાઓનો પણ ઉલ્લેખ કર્યો.

You might also like