ચીનની સ્ટીલ કંપનીઓએ ભાવ ઘટાડતાં ભારતીય સ્ટીલ કંપનીઓને મોટો ઝટકો

મુંબઇ: ચીનના સ્ટીલ મેન્યુફેક્ચરર્સે ભારતમાં નિકાસ થતા સ્ટીલના ભાવમાં ૧૫ ટકા સુધીનો ઘટાડો કરી દીધો છે. આ પગલાંના કારણે ભારતીય સ્ટીલ મેન્યુફેક્ચરર્સ કંપનીઓને જોરદાર ઝટકો લાગ્યો છે. આ અગાઉ સરકારે પાંચમી ફેબ્રુઆરીએ સ્ટીલ પર મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ લગાવી હતી, જેથી વિદેશથી આયાત થતું સ્ટીલ મોંઘું પડે તથા સ્થાનિક સ્ટીલ મેન્યુફેક્ચરર્સને રાહત મળે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીને ભારતમાં નિકાસ થતા સ્ટીલની કિંમતમાં ૧૦થી ૧૫ ટકા સુધીનો ઘટાડો કરી દીધો છે. આ પગલાંથી સ્થાનિક આયાતકારોને મોટો ફાયદો થશે તો બીજ બાજુ સ્થાનિક સ્ટીલ મેન્યુફેક્ચરર્સ કંપનીઓને નુકસાન થશે.

ચીનમાં સ્ટીલની મેન્યુફેક્ચરિંગ પડતર નીચી છે. વીજળીના ભાવ અહીં છે તેના કરતાં ચીનમાં ચાર ગણા ઓછા છે. લેબર પણ સસ્તી છે તો બીજી બાજુ ચીનમાં મંદી જેવા માહોલના કારણે સ્થાનિક લેવલે સ્ટીલની માગ ઘટી રહી છે, તેના કારણે ચીનની સ્ટીલ મેન્યુફેક્ચર કંપનીઓએ ભાવ ઘટાડતાં સ્થાનિક કંપનીઓને તેની સીધી નકારાત્મક અસર થઇ શકે છે.

You might also like